Fri,26 April 2024,8:20 pm
Print
header

ફ્રાંસના રાષ્ટ્રપતિએ મોદી સ્ટાઈલમાં કરી Lockdownની જાહેરાત

પેરિસઃ ફ્રાંસમાં કોરોનાના કેસની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે. કોરોનાની ત્રીજા લહેરની ઝપેટમાં આવી ગયેલા ફ્રાંસમાં ચાર સપ્તાહના લોકડાઉનની જાહેરાત કરાઈ છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોને ટીવી પર મેસેજ પ્રસારિત કરીને આ જાહેરાત કરી હતી.જેને લઈને તેમની આ સ્ટાઇલ મોદીથી પ્રેરિત હોવાની સોશિયલ મીડિયા પર અટકળો વહેતી થઈ હતી.

રોયર્સના જણાવ્યાં મુજબ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કોરોના પર કાબુ મેળવવા માટે દેશભરમાં ચાર અઠવાડિયાનું લોકડાઉન લગાવી દીધું છે.લોકડાઉનના આદેશ બાદ હવે તમામ શાળાઓ ચાર અઠવાડિયા માટે બંધ રહેશે.ટેલિવિઝન પર પ્રસારિત સંદેશમાં તેમણે કહ્યું કે આ સમય દરમિયાન ફક્ત જરૂરી ચીજવસ્તુઓની દુકાનો જ ખોલવા દેવામાં આવશે. લોકોએ ઓફિસના બદલે ઘરેથી કામ કરવું પડશે. કહ્યું હતું કે આ સમયગાળા દરમિયાન જાહેર સભાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ છે.લોકો તેમના ઘરથી 10 કિલોમીટરથી વધુ દૂર યોગ્ય કારણ વિના નહીં જઈ શકે.

ફ્રાંસમાં કોરોના વાયરસના નવા યુકે વેરિએન્ટને કારણે સંક્રમિતોની સંખ્યામાં વધારો થયો છે. 31 માર્ચના રોજ ફ્રાંસમાં કોરોનાના 29,575 કેસ નોંધાયા હતા.ફ્રાંસમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 46.46 લાખ પર પહોંચી ગઈ છે, અત્યાર સુધીમાં કોરાના વાયરસને કારણે 95 હજાર લોકોનાં મોત થયા છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch