Mon,20 May 2024,10:07 am
Print
header

Fact Check News: ધનતેરસ પર જુગારમાં પત્ની હારી જવાના સમાચારમાં કોઈ હિંદુ એંગલ નથી, જાણો આ દાવાની સત્યતા

Fact Check: ઘણી વખત ખોટી અસંખ્ય પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, જેમાં લોકોને ભ્રામક હેડલાઇન્સ અને ચિત્રોનો ઉપયોગ કરીને શિકાર બનાવવામાં આવે છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો આવા સમાચારોનો શિકાર બને છે અને તેને ફોરવર્ડ પણ કરે છે. ફેક્ટ ચેકના આ એપિસોડમાં આજે આપણો મુદ્દો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક સમાચાર છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે એક હિન્દુ યુવકે ધનતેરસના દિવસે જુગાર રમવા માટે તેની પત્નીને ગીરો મુકી હતી. અમારા સંશોધનમાં આ સમાચાર સંપૂર્ણપણે ભ્રામક અને સમાજને ગેરમાર્ગે દોરનારા હોવાનું બહાર આવ્યું છે.

Fact Check News: દાવો શું થઈ રહ્યો છે ?

સોશિયલ મીડિયા પર થોડા દિવસોથી એક સમાચાર વાયરલ થઈ રહ્યાં છે. સમાચારમાં જણાવવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશના અમરોહામાં એક યુવકે ધનતેરસના દિવસે તેની પત્નીને ગીરો મુકી દીધી હતી. પોસ્ટ શેર કરતી વખતે ઘણા યુઝર્સ દાવો કરી રહ્યાં છે કે આરોપી યુવક હિન્દુ છે. ફેસબુક પર આ સમાચાર શેર કરતી વખતે કુમાર રાકેશ નામના યુઝરે લખ્યું છે- સનાતન હિન્દુ ધર્મ છે ભાઈ ! જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિર આ કરી શકે છે તો સામાન્ય હિન્દુ કેમ નહીં !"

પત્નીને જુગારમાં હારી જવાના સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યાં હતા, જેથી અમે આ બાબતની તપાસ કરવાનું નક્કી કર્યું. આ બાબતની તપાસ કરવા માટે, અમે પહેલા ગુગલ ઓપન સર્ચનો આશરો લીધો અને આ બાબતથી સંબંધિત કીવર્ડ્સ શોધ્યા. અમને આ કેસ સાથે સંબંધિત ઘણા સમાચાર મળ્યાં, જેમાં અમરોહાના વ્યક્તિએ તેની પત્નીને જુગાર રમવા માટે ગીરો મુકી હતી. અમને લાઈવ હિન્દુસ્તાન વેબસાઈટના સમાચાર મળ્યાં. જેમાં આ બાબતની જાણ કરવામાં આવી છે. જો કે યુવકના ધર્મ વિશે માહિતી આપવામાં આવી ન હતી.

Fact Check News: આવી રીતે સત્ય બહાર આવ્યું

અમને સર્ચમાં આરોપી યુવકનો ધર્મ ન મળતાં અમે સોશિયલ મીડિયાનો સહારો લઈને સર્ચ કરવાનું શરૂ કર્યું. ઘણી જગ્યાએ અમે લોકોની ટિપ્પણીઓ જોઈ કે આ કેસમાં આરોપી યુવક હિન્દુ નથી, પરંતુ મુસ્લિમ સમૂદાયનો છે. આ પછી અમે અમરોહા પોલીસની એક્સ આઈડી સર્ચ કરી. અહીં અમને કેસ વિશે સંપૂર્ણ માહિતી મળી. અમરોહા પોલીસે 11 નવેમ્બરે પોતાના ટ્વિટમાં કહ્યું હતું કે 'અરજદાર દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદને આધારે તેના પતિ સુહેલ અહેમદ અને અન્ય સાસરિયાઓ વિરુદ્ધ દહેજ ઉત્પીડન અને અન્ય સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.  

Fact Check News: ફેક્ટ ચેકમાં શું જાણવા મળ્યું ?

ગુજરાત પોસ્ટ દ્વારા કરવામાં આવેલા ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું કે જુગારમાં પોતાની પત્નીને ગુમાવનાર વ્યક્તિ હિંદુ નહીં પણ મુસ્લિમ છે. આરોપી યુવકનું નામ સુહેલ અહેમદ છે. તેથી યુઝર્સ દ્વારા જે માહિતી વાયરલ કરવામાં આવી રહી છે તે ભ્રામક છે. લોકોને આવી માહિતીથી સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે. આ એક ઘરેલું હિંસાનો કેસ હતો, જેને સોશિયલ મીડિયાએ અન્ય સ્વરૂપ આપી દીધું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch