Sat,04 May 2024,5:58 pm
Print
header

યુરોપિયન યુનિયન ભારત-ચીનની કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાની કરી રહ્યું છે તૈયારી, રશિયાને મદદ કરવાનો આરોપ

યુરોપિયન યુનિયન ભારતીય અને ચીન સહિત અન્ય ઘણા દેશોની કંપનીઓ પર પ્રતિબંધ મુકવાની તૈયારી કરી રહ્યું છે. યુરોપિયન યુનિયનનો આરોપ છે કે આ કંપનીઓ યૂક્રેન સામેની લડાઈમાં રશિયાને મદદ કરી રહી છે. યુરોપિયન યુનિયને આ કંપનીઓ પર પ્રતિબંધનો પ્રસ્તાવ મૂક્યો છે અને જો આ પ્રસ્તાવને તમામ સભ્ય દેશો દ્વારા પસાર કરવામાં આવશે તો એવું પહેલીવાર બનશે જ્યારે યુરોપિયન યુનિયન કોઈ ચીની અને ભારતીય કંપનીઓ પર સીધો પ્રતિબંધ લાદશે.

પ્રતિબંધિત કંપનીઓ યુરોપિયન કંપનીઓ સાથે વેપાર કરી શકશે નહીં

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુરોપિયન યુનિયન જે કંપનીઓ પર પ્રતિબંધ મુકવાની તૈયારી કરી રહ્યું છે તેમાં હોંગકોંગ, સર્બિયા, ભારત, તુર્કી અને ચીનની કંપનીઓ સામેલ છે. જો કે, કાનૂની કારણોસર કંપનીઓના નામ જાહેર કરવામાં આવ્યાં નથી. કંપનીઓ પર પ્રતિબંધનો અર્થ એ થશે કે જે કંપનીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે ભવિષ્યમાં યુરોપિયન કંપનીઓ સાથે બિઝનેસ કરી શકશે નહીં. યુરોપિયન યુનિયનનો આરોપ છે કે રશિયા આ  કંપનીઓની મદદથી પ્રતિબંધિત સામાન ખરીદી રહ્યું છે.

યુરોપિયન યુનિયન ચીનની કંપનીઓ પર પ્રતિબંધ મૂકતા અચકાય છે

યુરોપિયન યુનિયનએ અગાઉ યુક્રેન સામેના યુદ્ધમાં રશિયાને મદદ કરવાના આરોપમાં કેટલીક ચીની કંપનીઓ પર પ્રતિબંધોનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ કેટલાક સભ્ય દેશોના વિરોધ બાદ તે પ્રસ્તાવને નકારી કાઢવામાં આવ્યો હતો. ચીને પણ વચન આપ્યું હતું કે તે રશિયાને મદદ નહીં કરે. તમને જણાવી દઈએ કે ચીન યુરોપના ઘણા દેશોનો મહત્વપૂર્ણ વેપારી ભાગીદાર છે. યુરોપિયન યુનિયનના મુખ્ય દેશ જર્મનીની કાર માટે ચીન સૌથી મોટું બજાર છે. આ જ કારણ છે કે યુરોપિયન યુનિયનના ઘણા દેશો ચીનની કંપનીઓ પર નિયંત્રણો લાદવામાં અચકાય છે.

જે કંપનીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમાં મોટાભાગની ટેકનોલોજી અને ઈલેક્ટ્રોનિક્સ કંપનીઓ છે. કંપનીઓ પર રશિયાને લશ્કરી અને તકનીકી રીતે મજબૂત બનવામાં મદદ કરવાનો અને રશિયાના સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રના વિકાસમાં યોગદાન આપવાનો આરોપ છે. ગયા વર્ષે એપ્રિલમાં યુરોપિયન યુનિયનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને બેઇજિંગની મુલાકાત લીધી હતી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મુલાકાત દરમિયાન રશિયા-યુક્રેન યુદ્ધ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.

યુરોપિયન યુનિયન જે કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યું છે તેમાં ચીનની ત્રણ કંપનીઓ, એક ભારતીય, એક શ્રીલંકાની, સર્બિયા, કઝાકિસ્તાન, થાઈલેન્ડ, તુર્કી અને હોંગકોંગની કંપનીઓનો સમાવેશ થાય છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch