Sat,27 April 2024,2:57 am
Print
header

શું twitter બાદ હવે કોકા કોલા અને મેકડોનાલ્ડને ખરીદશે એલન મસ્ક ? Gujarat Post

(ફાઈલ તસવીર)

મસ્કે એક બાદ એક કર્યા ટ્વિટ

મસ્ક જે રીતે વ્યાપાર જગતમાં પગ મૂકે છે, તે જોતાં આવનારા સમયમાં ઘણા ઉદ્યોગ નિષ્ણાતોને પડકારોનો સામનો કરવો પડી શકે છે

વોશિંગ્ટનઃ ટેસ્લાના સીઈઓ એલન મસ્કની ટ્વિટરની ખરીદી બાદ તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સક્રિય છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું છે કે તે આગામી સમયમાં કોકા કોલા અને મેકડોનાલ્ડ્સ ખરીદશે. તેના ટ્વિટને અત્યાર સુધીમાં લાખો લોકોએ લાઈક અને રીટ્વિટ કર્યું છે. આ ટ્વિટ પછી જોવાનું એ છે કે મસ્ક મજાક કરે છે કે હકીકતમાં આ કરી બતાવશે તે તે જોવાનું રહેશે.

મસ્કે ટ્વિટ કર્યું, 'હવે હું કોકા કોલા ખરીદીશ જેથી હું કોકેન મૂકી શકું'.માત્ર અડધા કલાકમાં આ ટ્વિટને 7 લાખથી વધુ લાઈક્સ અને હજારો કોમેન્ટ્સ મળી ચુકી છે.મસ્ક જે રીતે વ્યાપાર જગતમાં પગ મૂકે છે, તે જોતાં આવનારા સમયમાં ઘણા ઉદ્યોગ નિષ્ણાતોને પડકારોનો સામનો કરવો પડી શકે છે.

કોકા-કોલાના ટ્વિટ પછી તરત જ, એલોન મસ્કએ બીજી ટ્વિટ કરી અને લખ્યું 'ચાલો ટ્વિટરને સૌથી વધુ મજેદાર બનાવીએ'. થોડા સમય પછી, મસ્ક મેકડોનાલ્ડ્સ ખરીદતા સ્ક્રીન શોટ શેર કરતી વખતે, મસ્કએ લખ્યું, "સાંભળો, હું ચમત્કાર કરી શકતો નથી." તેમણે ટ્વિટમાં લખ્યું કે 'મેકડોનાલ્ડ્સ પણ ખરીદીશ જેથી હું તમામ આઈસ્ક્રીમ મશીનો ઠીક કરી શકું', જો કે આ પછી તેમણે તે જ ટ્વિટમાં લખ્યું કે સાંભળો, હું ચમત્કાર કરી શકતો નથી.

એલન મસ્કે ટ્વિટરને $44 બિલિયનમાં ખરીદી લીધું છે. મસ્કે હવે ટ્વિટર ઇન્કમાં 100% હિસ્સો હસ્તગત કર્યો છે. ટ્વિટર ખરીદ્યા બાદ એલોન મસ્કે કહ્યું કે કોઈપણ લોકશાહીને કામ કરવા માટે વાણી સ્વતંત્રતા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch