Mon,09 December 2024,1:50 pm
Print
header

DRI નું મુદ્રામાં ઓપરેશન....કરોડો રૂપિયાની સોપારી જપ્ત, માફિયાઓ હજુ સક્રિય હોવાના પુરાવા

(પ્રતિકાત્મક ફોટો)

મુદ્રાઃ છેલ્લા થોડા સમયથી સોપારીની સ્મગલિંગ બંધ થઇ ગઇ હોવાનું લાગી રહ્યું હતુ, પરંતુ અહી માફિયાઓ સક્રિય જ છે, ડીઆરઆઇની ટીમે લિક્વીડ કન્ટેનરમાંથી સોપારીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે, જેની કિંમત ત્રણ કરોડ રૂપિયાથી વધારે છે.
સૌરાષ્ટ્ર સીએફએસમાં 20 કન્ટેનરોની તપાસ કરાતા આ જથ્થો મળી આવ્યો હતો. જે ગેરકાયદેસર રીતે પોર્ટ પર લાવવામાં આવ્યો હતો.

અમદાવાદ DRI નું મોટું ઓપરેશન

કરોડો રૂપિયાની સ્મગલિંગની સોપારી જપ્ત

આ કન્ટેનર દુબઈથી બેઝઓઈલના ડિક્લેરેશન સાથે લાવવામાં આવ્યાં હતા અને ડીઆરઆઇને માહિતી મળતા તેને જપ્ત કરી લેવામાં આવ્યાં છે. અગાઉ પણ અહીં કરોડો રૂપિયાની સોપારી આવી રીતે લાવવામાં આવી હોવાના કિસ્સા છે, કેટલીક ગેંગ દ્વારા અહીં સોપારીના અનેક કન્ટેનર ઘૂસાડી દેવામાં આવ્યાં હોવાના કેસની પણ ઉચ્ચ કક્ષાએ તપાસ ચાલી રહી છે.

નોંધનિય છે કે સોપારીમાં ડ્યૂટી વધારે હોવાથી માફિયાઓ તેને અન્ય વસ્તુની આડમાં અહીં લાવી રહ્યાં છે અને ઉંચો નફો લઇને તેને માર્કેટમાં વેંચી રહ્યાં છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch