Sat,27 July 2024,10:10 am
Print
header

કેજરીવાલનો નવો અંદાજ, કહ્યું- ગાયનું દૂધ તો કોઇ કાઢી શકે પરંતુ અમે ગુજરાતમાં આખલાનું દૂધ કાઢી લાવ્યાં !

નવી દિલ્હી: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મળેલા 12 ટકા જેટલા વોટ શેરને કારણે આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળી ગયો છે. જો કે આપને ગુજરાતમાં સારા દેખાવની અપેક્ષા હતી પરંતુ માત્ર 5 બેઠકો મળી છે, દિલ્હીના મુખ્ય પ્રધાન અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં પાંચ બેઠકો જીતવી એ આખલાનું દૂધ કાઢવા જેટલું મુશ્કેલ હતુ, ગાયનું દૂધ તો કોઇ કાઢી શકે છે, પરંતુ અહીં તો  અમે આખલાનું દૂધ કાઢીને બતાવી દીધું છે. કહ્યું કે અમે 5 બેઠકો જીતી બતાવી છે. 2027માં અમે ગુજરાતમાં સરકાર બનાવીશું. 

દિલ્હીમાં આમ આદમી પાર્ટી (આપ)ની રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં તેમને આ નિવેદન આપ્યું હતું. એક વર્ષમાં અમને પંજાબ મળ્યું, અમે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી) ની ચૂંટણી જીતી ગયા. અમારી પાસે ગોવામાં 2 ધારાસભ્યો છે અને ગુજરાતમાં 5 ધારાસભ્યો છે.

આપને રાષ્ટ્રીય દરજ્જો મળ્યાં બાદ પહેલી વાર આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય પરિષદ અને રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળી હતી. રાષ્ટ્રીય પરિષદમાં પક્ષના નેતાઓએ વિવિધ રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી, અને ઠરાવો પસાર કર્યાં હતા. સાથે જ ચીન સાથે સરહદ વિવાદને લઇને કેજરીવાલે લોકોને ચીની સામાનનો બહિષ્કાર કરવાનું કહ્યું હતુ. 

મોદી સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે સરકારને સૈનિકોના જીવનની ચિંતા નથી. મોદી સરકારે આ અઠવાડિયાની શરૂઆતમાં કહ્યું હતું કે ભારતીય સૈનિકોએ ગયા અઠવાડિયે સરહદ પર સામ-સામે અથડામણ દરમિયાન ચીની સૈનિકોને ભારતીય સીમામાં પ્રવેશતા અટકાવ્યાં હતા, જેને કારણે બંને પક્ષે ઈજાઓ પહોંચી હતી. જૂન 2020 માં થયેલી જીવલેણ અથડામણ પછી તાજેતરની અથડામણ પ્રથમ હતી ભારત અને ચીનના સૈનિકો લદ્દાખની ગલવાન ખીણમાં સામ-સામે લડાઇમાં સામેલ હતા, ત્યારે આપણા 20 સૈનિકો શહીદ થયા હતા.

ચીનનો માલ કોણ ખરીદી રહ્યું છે ? ચીન પાસેથી માલ ખરીદવાની ભાજપની શું મજબૂરી છે ? શું આપણે આપણું સ્વદેશી ઉત્પાદન વધારી ન શકીએ ? અનેક વેપારીઓ અને ઉદ્યોગપતિઓ ભારત છોડી રહ્યા છે.કેજરીવાલે આપ અને અન્ય પક્ષો વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો. એક પક્ષ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલો છે, જ્યારે બીજો પક્ષ ગુંડાગીરીને પ્રોત્સાહન આપે છે અને ગુંડાઓને આશ્રય આપે છે. તેમને ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યાં હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch