Sat,27 April 2024,4:34 am
Print
header

ડીસાઃ નોકરીમાંથી કાઢી મુકતા ડ્રાઇવરે સરપંચની હત્યા કરી નાખી

મૃતક સરપંચનો ફોટો 

ડીસાઃ મુડેઠા ગામે ડ્રાઇવરની નોકરીમાંથી છૂટા કરતા એક શખ્સે ટ્રેકટરથી ગામના સરપંચને ટક્કર મારી હત્યા કરી નાખી છે, આ ઘટનાની જાણ થતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઇ છે. આ અંગે ભીલડી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદને આધારે પોલીસે હત્યારા સામે ગુનો નોંધીને તેને ઝડપી પાડ્યો છે. ડીસા તાલુકાના મુડેઠાના ઇશ્વરજી શાંતિજી રાઠોડ ગામના સરપંચ કાંતિજી તલજી રાઠોડને ત્યાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા. કોઇ કારણસર નોકરીમાંથી તેને છૂટો કરવામાં આવતા દુશ્મની રાખીને તેને આ પગલું ભર્યું છે.

ટ્રેકટર નંબર જી.જે. 08. સી.જી.1294 ચલાવીને સરપંચ રાઠોડ કાંતિજી તલજી પર ચલાવીને ફરાર થઇ ગયો હતો. આ અંગે દિનેશજી બાબુજી રાઠોડે ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી આરોપી વિરુદ્ધ ઇ.પી.કો કલમ 302, 307 મુજબ ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે. સરપંચના મૃતદેહનું ડીસા સિવિલ હોસ્પિટલમાં પીએમ કરાવીને પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો છે. સરપંચના મોતથી ગામમાં શોક છવાઇ ગયો છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch