Sat,27 April 2024,3:07 am
Print
header

જગતનો તાત બરબાદ થઇ ગયો, 10 કિલો કેસર કેરીના બોક્સનો ભાવ 50 થી 70 રૂપિયા થઇ ગયો

તાલાલાઃ રાજ્યમાં આવેલા તૌકતે વાવાઝોડાએ ખેડૂતોને બરબાદ કરી નાખ્યાં છે. ખાસ કરીને કેસર કેરીનો પાક લેતા ખેડૂતોની દુર્દશા થઇ છે, સામાન્ય દિવસોમાં 10 કિલો કેસર કેરીનો ભાવ 800 રૂપિયા સુધી હતો તે જ બોક્સ હવે 50 થી 70 રૂપિયાના નીચા ભાવથી વેચાઇ રહ્યાં છે, વાવાઝોડાને કારણે આંબાઓ ઉખડી ગયા છે અને કેરીઓ ખરી પડી છે, જેથી આવી કેરીના ભાવ તળિયે આવા ગયા છે. માર્કેટમાં હવે નીચા ભાવે કેરી વેચાઇ રહી છે.

હજારો એકર જમીનમાં આંબાના ઝાડ ઉખડી જવાને કારણે આગામી વર્ષોમાં સારી કેસર કેરીની અછત ઉભી થશે અને ભાવ આસમાને જશે તે નક્કિ છે. કારણ કે ઉના, અમરેલી, ધારી, તાલાલા જેવા વિસ્તારોમાં ભારે પવનને કારણે આંબાના ઝાડ ઉખડી ગયા છે અને ખેડૂતો મોટું નુકસાન થયું છે બીજી તરફ સરકારે સર્વે કરાવીને ખેડૂતોને પાકના નુકસાનીનું વળતર આપવાનું નક્કિ કર્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch