Sun,25 July 2021,4:55 pm
Print
header

મુંબઇઃ નવજાતના અપહરણ કેસમાં થયો મોટો ખુલાસો, કિન્નરે સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું

મુંબઇઃ નવજાત બાળકીના જન્મની ખુશીમાં કિન્નરે પરિવાર પાસે રૂ. 1100, સાડી અને નારિયેળની માગણી કરી હતી, જે વસ્તુઓ પરિવાર નહીં આપી શકતાં ત્રણ મહિનાની નવજાત બાળકીનું અપહરણ કરીને ખાડી નજીક કીચડવાળી જમીનમાં જીવિત દાટી દીધી હતી.જે.જે હોસ્પિટલના પોસ્ટમોર્ટમના રિપોર્ટમા કહેવામાં આવ્યું છે કે નવજાતનું અપહરણ કર્યાં બાદ કિન્નર અને તેના સાગરીતે નવજાત સાથે દુષ્કર્મ કર્યું હતું, જેથી પોલીસે હવે કિન્નર અને તેના સાગરીત સામે ગેંગરેપની કલમ પણ ઉમેરી છે.

નવજાતનું પાણીમાં ડુબાડવાથી મોત થયું હતું અને તેના ગુપ્તાંગમાં ઈજાનાં નિશાન મળી આવ્યાં છે, જેને આધારે ગેંગરેપની કલમ ઉમેરાઇ આવી છે, નવજાતના પરિવારજનોએ આરોપ કર્યો છે કે આરોપી કન્નુ દત્તા ઉર્ફે કન્હૈયા કિન્નર નથી. આથી તેનું પણ તબીબી પરીક્ષણ કરાશે.

મુંબઈના કફ પરેડમાં આંબેડકરનગરમાં વિઠ્ઠલવાડી ખાતે આ ઘટના બની હતી. આ વિસ્તારમાં ચિતકોટ પરિવારમાં બાળકીનો જન્મ થયો હતો. કિન્નર કન્નુ દત્તા ચૌગુલે ઉર્ફે કન્હૈયા આ પરિવારના ઘરે બક્ષીસ લેવા રાત્રે 9.30 વાગ્યે પહોંચી ગયો હતો. પરિવાર પાસે એક નારિયેળ, એક સાડી અને રૂપિયા 1100 માગ્યા હતા, પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેઓ બક્ષીસ કિન્નરને આપી શક્યા ન હતા, જેથી કિન્નર ગુસ્સે થઈને ત્યાંથી નીકળી ગયો હતો. ગુરુવારે મધરાત્રે 2-3 વાગ્યે તે પોતાની જોડીદાર સોનુ કાળેને સાથે રાખીને ષડયંત્ર કર્યું હતુ. નવજાત બાળકીને ઉપાડી ગયા હતા.આ અંગે પરિવારે કફ પરેડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. કિન્નર અને તેના સાગરીતને ઝડપી લીધા હતા અને હત્યાની કબૂલાત કરી હતી. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch