Sat,27 April 2024,5:57 am
Print
header

Alert- કોરોનાનો વધુ એક સ્ટ્રેન મળ્યો, જાણો કયા દેશમાં સામે આવ્યો કેસ

લંડનઃ કોરોનાની રસી આવી ગઈ હોવા છતાં આ વાઇરસ અટકવાનું નામ નથી લઈ રહ્યો.ભારત સહિત અનેક દેશોમાં કોરોનાનો નવો સ્ટ્રેન સામે આવ્યાં બાદ હાહાકાર મચી ગયો હતો. આ દરમિયાન ફિનલેન્ડમાં પણ નવો સ્ટ્રેન સામે આવ્યો છે. જેનું નામ ફિન-796 રાખવામાં આવ્યું છે. અત્યાર સુધી આ નવા સ્ટ્રેનનો ફક્ત એક જ કેસ સામે આવ્યો છે. 

આ નવો સ્ટ્રેન દક્ષિણ આફ્રિકાના સ્ટ્રેનનું મ્યુટેશન માનવામાં આવે છે.આ સ્ટ્રેન વેક્સિનની અસરકારકતા પણ ઘટાડે છે. નવા સ્ટ્રેનની સંક્રમકતા વધારે છે, જોકે તે જીવલેણ નથી. જેના પર સંશોધનો થઇ રહ્યાં છે.

ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 13,193 નવા કેસ આવ્યા છે અને વધુ 97 લોકોના મોત થયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 1,09,63,394 પર પહોંચી છે. જ્યારે 1,06,67,741 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,56,111 પર પહોંચ્યો છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 1,49,542 પર પહોંચી છે. કુલ 1,01,88,007 લોકોનું રસીકરણ થયું છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch