Sat,27 April 2024,10:02 am
Print
header

ભારતમાં બાળકો માટે કોરોનાની રસીને લઇને મહત્વના સમાચાર, જાણો ક્યારથી શરૂ થશે ટ્રાયલ ?

નવી દિલ્હીઃ કોરોના સામેની જંગ જીતવા એક માત્ર મોટો ઉપાય રસીકરણ છે દેશમાં 18 વર્ષથી ઉપરના લોકોનું રસીકરણ શરૂ થઇ ગયું છે બીજી તરફ હવે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે હજારોની સંખ્યામાં બાળકો સંક્રમિત થઇ રહ્યાં છે. જેથી હવે બાળકોને પણ ઝડપથી કોરોનાની વેક્સીન મળે તે જરૂરી છે. અહેવાલ આવ્યાં છે કે કોવેક્સિન બનાવતી કંપની બાળકોની રસીનું જૂનથી ટ્રાયલ શરૂ કરી શકે છે.

દેશમાં કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધારે સંક્રમિત થવાના અહેવાલ વચ્ચે કોવેક્સિન રસી બનાવતી કંપની ભારત બાયોટેક જૂન મહિનામાં રસીનું ટ્રાયલ શરૂ કરી શકે છે કંપનીના એક ઉચ્ચ અધિકારીએ આ વાત જણાવી છે, ભારત બાયોટેકને ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા તરફથી આ મંજૂરી પણ મળી ગઇ છે. ત્યારે ટ્રાયલ બાદ ટૂંક સમયમાં જ બાળકોને કોરોનાથી સુરક્ષિત કરવા માટે રસી આપવામાં આવી શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch