Tue,07 May 2024,3:09 pm
Print
header

મૌલાના મુફ્તી સલમાન અઝહરીને મળ્યાં જામીન, ભડકાઉ ભાષણ કેસમાં કરવામાં આવી હતી ધરપકડ

જૂનાગઢઃ જિલ્લા કોર્ટે ઉશ્કેરણીજનક ભાષણ કેસમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરી અને અન્ય બે લોકોને જામીન આપ્યાં છે. આ કેસમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એસ.એ.પઠાણે 31 જાન્યુઆરીએ જૂનાગઢમાં ધાર્મિક કાર્યક્રમમાં ભાષણ આપનાર અઝહરી અને અન્ય બે વ્યક્તિઓને જામીન આપ્યાં હતા. આ જ કાર્યક્રમમાં મૌલાનાએ કથિત રીતે ભડકાઉ ભાષણ આપ્યું હતું. અઝહરી અને સહ-આરોપી મોહમ્મદ યુસુફ મલિક અને અઝીમ હબીબ ઓડેદરાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમના વકીલોએ તેમના નિયમિત જામીન માટે અરજી કરી હતી.

રવિવારે મુંબઈમાં ધરપકડ કરવામાં આવી હતી

અઝહરીના વકીલ શકીલ શેખે કહ્યું કે બંને પક્ષોને સાંભળ્યાં બાદ કોર્ટે તેમને 15,000 રૂપિયાના બોન્ડ પર જામીન પર આપ્યાં હતા. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે (ATS) રવિવારે મુંબઈમાં મૌલાનાની ધરપકડ કરી હતી. આ પછી મંગળવારે મૌલાના મુફ્તી સલમાન અઝહરીને નફરતજનક ભાષણ આપવા બદલ એક દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં હતા. મૌલાનાને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર અહીં લાવવામાં આવ્યાં હતા. આ કેસની તપાસ કરી રહેલી જૂનાગઢ પોલીસે અઝહરીની 10 દિવસની કસ્ટડી માંગી હતી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એસએ પઠાણે બુધવારે સાંજે 4 વાગ્યા સુધી મૌલાનાને પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યાં હતા.

શું છે સમગ્ર મામલો ?

પોલીસે મંગળવારે કચ્છના સામખિયારીમાં એક ધાર્મિક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપવા બદલ મૌલાના મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ બીજી એફઆઈઆર નોંધી હતી. અઝહરી વિરુદ્ધ આ બીજી FIR છે. કચ્છ (પૂર્વ)ના પોલીસ અધિક્ષક સાગર બાગમારે જણાવ્યું હતું કે 31 જાન્યુઆરીએ સામખિયારી ખાતે આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપવા બદલ મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ કાર્યક્રમ માટે પોલીસ પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ ભાષણની સામગ્રી જૂનાગઢની ઇવેન્ટ જેવી જ હતી.

તેમણે કહ્યું કે અઝહરીની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 153B હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અઝહરી વિરુદ્ધ કચ્છ જિલ્લાની ઘટનાના સંબંધમાં ભારતીય દંડ સંહિતાની કલમ 153B અને 505 (2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે 31 જાન્યુઆરીની રાત્રે જૂનાગઢના 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશન પાસેના ખુલ્લા મેદાનમાં આયોજિત એક કાર્યક્રમમાં કથિત રીતે નફરતભર્યા ભાષણ આપવા બદલ મુંબઈથી મૌલાના અઝહરીની ધરપકડ કરી હતી.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch