Sat,27 April 2024,4:38 am
Print
header

Coroa virus: સંક્રમિત પાસે એક મીનિટ રહેવાથી પણ થાય છે કોરોના, પરિવારો આવી રહ્યાં છે ઝપેટમાં

(પ્રતિકાત્મક તસવીર)

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાએ તાંડવ મચાવી દીધો છે.જેમાં માત્ર દર્દીઓની સંખ્યા જ નથી વધી રહી પરંતુ સંક્રમણ દર અને મોતનો આંકડો પણ રેકોર્ડ સ્તરે પહોંચી રહ્યો છે.દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના 17,282 નવા કેસ આવ્યાં અને 104 લોકોનાં મોત થયા છે.

ડોક્ટરોના કહેવા મુજબ, જો તમે માસ્ક પહેર્યાં વગર કોઈ કોરોના સંક્રમિતના સંપર્કમાં એક મીનિટ પણ આવો છો તો તમને ઝપેટમાં લઈ લેશે. દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં સંક્રમણ ફેલવાનું આ મુખ્ય કારણ છે. ડોક્ટરોના કહેવા મુજબ ગત વર્ષે સંક્રમિત સાથે સતત 10 મીનિટ રહો ત્યારે  જ ચેપ લાગવાનો ખતરો રહેતો હતો પરંતુ હવે તે ઘટીને માત્ર એક થી દોઢ મીનિટનો સમય થઈ ગયો છે.
બીએલકે સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલના ડો.સંજીવ નૈયરના કહેવા મુજબ વાયરસ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જે તમને એક મીનિટમાં સંક્રમિત કરી દે છે, અગાઉ આવું નહોતું. હાલ દિલ્હીમાં 30 થી 40 વર્ષના યુવા સૌથી વધુ સંક્રમિત થઈ રહ્યાં છે. ઘરમાં એક વ્યક્તિ પોઝિટિવ આવ્યાં બાદ પૂરો પરિવાર સંક્રમિત થઈ જાય છે. આઈસોલેટ થઈ જાય તો પણ લોકોને બચાવવા મુશ્કેલ થઈ રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch