Fri,26 April 2024,12:19 pm
Print
header

Delta Variant સૌથી ખતરનાક, અમેરિકા સહિત સમગ્ર વિશ્વ બચેઃ અમેરિકાની CDC

વોશિંગ્ટનઃ અમેરિકાની સર્વોચ્ચ મેડિકલ સંસ્થા સીડીસીએ કહ્યું છે કે હવે કોરોના વાયરસનો સૌથી મુખ્ય અને ખતરનાક વેરિયંટ ડેલ્ટા છે જે સતત અમેરિકા અને વિશ્વના લોકોને સંક્રમિત કરી રહ્યો છે છેલ્લા બે સપ્તાહતી અમેરિકામાં આવેલા કોરોના ના કેસમાં અડધાથી વધારે ડેલ્ટા વેરિયંટના છે. અમેરિકાના કેટલાક હિસ્સામાં હજુ પણ લોકો વેક્સિન નથી લઈ રહ્યાં જેને કારણે અમેરિકન સરકાર ચિંતિત છે.

સીડીસીએ કહ્યું ડેલ્ટા વેરિયંટ ખૂબ ઝડપથી અમેરિકામાં ફેલાયો છે હવે તે વિશ્વમાં સૌથી મુખ્ય કોરોના વેરિયંટ છે. મે મહિનામાં માત્ર 10 ટકા કેસ હતા જે 6 જૂથી 19 જૂન સુધી વધીને 30 ટકા થઈ ગયા. સીડીસીએ જણાવ્યું કે આયોવા, કેંસાસ, મિસારીમાં ડેલ્ટા વેરિયંટ 80.7 ટકા ફેલાયો છે. નેબ્રાસ્કા, કોલોરાડો, નોર્થ ડકોડા, સાઉથ ડકોટા, ઉટાહ, વ્યોમિંગમાં 74.3 ટકા સંક્રમણ ફેલાયું છે.

વિશ્વમાં સૌથી વધારે રસીકરણ થયેલા દેશોમાં અમેરિકા ટોપ-5માં છે, અહીંયા ડેલ્ટા વેરિયંટે જે બાળકોએ રસી નહોતી લીધી તેમને શિકાર બનાવ્યાં છે. યુવાઓ અને બાળકોમાં સંક્રમણ વધારે ફેલાયું છે. સીડીસીએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ગાઈડલાઈનનું પાલન કરવા જણાવ્યું છે. જેમાં વેક્સિન લગાવેલા લોકોને પણ માસ્ક પહેરવાનો અનુરોધ કરાયો છે.

વિશ્વમાં કોરોનાના સૌથી વધુ કેસ અમેરિકામાં છે.અહીં કુલ સંક્રમિતોની સંખ્યા 3.38 કરોડ છે. 6.06 લાખ લોકોના મોત થયા છે. કેલિફોર્નિયા, ટેકસાસ, ફ્લોરિડા, ન્યૂયોર્ક સૌથી વધુ પ્રભાવિત શહેરો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch