Fri,26 April 2024,4:30 pm
Print
header

કૌભાંડ, ભોપાલની સોમ ડિસ્ટલરીઝ કપંનીએ રુ. 25 કરોડનું સેનિટાઇઝર GST ભર્યાં વિના વેચ્યું

GST વિભાગે કંપની સીલ કરીને રુ. 20 કરોડની કિંમતના સેનિટાઇઝરનો જથ્થો જપ્ત કર્યો

ભોપાલઃ  કોરોનાની સ્થિતીમાં સોમ ડિસ્ટલરીજ કંપની દ્વારા સેનિટાઇઝરમાં જીએસટી નહીં ભરવાના મામલે જીએસટી વિભાગે કાર્યવાહી કરીને રુપિયા 20 કરોડની કિંમતનો જથ્થો જપ્ત કર્યો છે, કંપનીના માલિક જગદીશ અરોરા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. જગદીશ અરોરા પર આરોપ છે કે તેમણે જીએસટી ચુકવ્યાં વિના જ રૂપિયા 25 કરોડની કિંમતના સેનિટાઇઝરનું વેચાણ કરી દીધું હતું.  જીએસટીના નિયમ પ્રમાણે સેનિટાઇઝર પર 18 ટકા જીએસટી લાગુ પડે છે. જીએસટી વિભાગે કંપનીના માલિક જગદીશ અરોરાની પુછપરછ કરી હતી. 28 કલાકની પુછપરછ બાદ જગદીશ અરોરા બિમારીના બહાને જે.પી હોસ્પિટલમાં ભરતી થઇ ગયાં છે.

કંપનીના અન્ય સ્થળો પર પણ તપાસ કરવામાં આવી રહી છે. કંપની સામે સીજીએસટી એક્ટની કલમ 69 હેઠળ ગુનો નોંધાયો છે.ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણને કારણે સેનિટાઇઝરની માંગમાં મોટો ઉછાળો છે અને ઘણી કંપનીઓએ જીએસટી ભર્યાં વિના મોટા પ્રમાણમાં  સેનિટાઇઝરનો જથ્થો બારોબાર વેચાણ કર્યો છે. હવે આ કેસમાં ઉંડી તપાસ થઇ રહી છે.

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch