Fri,26 April 2024,10:55 pm
Print
header

કોરોના સંક્રમણની ચેઇન તોડવા ફરી 21 દિવસનું લોકડાઉન જરૂરીઃ IMA

આગામી દિવસોમાં રેમડેસિવિર ઇન્જેક્શનની માંગ વધી શકે છે

અમદાવાદઃ દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિ અતિશય ગંભીર બની રહી છે. હજુ પણ આગામી દિવસોમાં આ સ્થિતિ વધુ જોખમી બનશે તેવી શક્યતા તબીબોએ વ્યક્ત કરી છે.જેથી દેશમાં આ બિમારી સામે લડવામાં મુશ્કેલી થશે. તેવા સમયે  કોરોના સંક્રમણની ચેઇનને તોડવી ખુબ જ જરૂરી છે તે માટે કડક લોકડાઉનનો અમલ કરાવવો જરુરી છે. આ સંદર્ભમાં ઇન્ડિયન મેડીકલ કાઉન્સિલ દ્વારા કોરોના સંદર્ભમાં મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે હાલની સ્થિતિ મુજબ ઓછામાં ઓછુ 21 દિવસનું લોકડાઉન જરૂરી છે. નહીંતર કોરોનાની બીજી લહેર અતિશય જોખમી બની શકે તેમ છે. 

હાલ કોરોનાના સારવાર દરમિયાન સ્ટ્રેઇન સતત બદલાઇ રહ્યો છે.જેથી રેમડેસિવિર ઇન્જેક્શન સૌથી કારગર સાબિત થઇ રહ્યાં છે જો ચોક્કસ સંક્રમણ બાદ દર્દીને આ ઇન્જેક્શન ન  મળે તો જીવ જઇ શકે તેમ છે. તેવી સ્થિતિમાં આ ઇન્જેક્શનનો પુરતો અને યોગ્ય ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે.  હજુ આગામી દિવસોમાં આ ઇન્જેક્શનની માંગ વધી શકે છે. જેને ધ્યાનમાં લઇને સરકારે દવા બનાવતી કંપનીઓ સાથે સંકલન કરીને આ મામલે પણ નક્કર કામગીરી કરવાનો પણ ઉલ્લેખ કરાયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch