Fri,26 April 2024,2:49 pm
Print
header

ચીનની ચોરી પકડાઈ, CGTN એ ભારતના તેજસને બતાવ્યું પોતાનું, પોલ ખુલી તો ડિલિટ કર્યો વીડિયો

બેઇઝિંગઃ પોતાને દુનિયામાં શક્તિશાળી દર્શાવવાના ચક્કરમાં સરકારી ટીવી ચેનલ  સીજીટીએન(CGTN) એ ચોરીનો સહારો લીધો હતો. જો કે સોશિયલ મીડિયા પર જ્યારે ચીનની આ ચોરી પકડાઈ ગઈ તો હવે ચેનલની ખુબ ટીકા થઈ રહી છે. CGTNએ ભારતના સ્વદેશી ફાઈટર વિમાન તેજસના વીડિયોને ચોરી કરીને તેને ચીની એરફોર્સના ફાઈટર જેટ J-10 ની તાકાત તરીકે દેખાડ્યું. પરંતુ ગણતરીની પળોમાં તેની પોલ ખુલી ગઈ આ ચેનલે પોતાનો વીડિયો ટ્વિટર પરથી ડિલિટ કરવો પડ્યો છે.

સોશિયલ મીડિયા પર ચીનની આ ચોરી ખુબ વાયરલ થઈ રહી છે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના 100 વર્ષ પુરા થવાના અવસરે CGTN દ્વારા એક વીડિયો બનાવવામાં આવ્યો હતો. જેમાં તેણે ફાઈટર વિમાનને બોમ્બ વરસાવતા દેખાડ્યા. બસ અહીં જ તેની ચોરી પકડાઈ ગઈ. વીડિયો ફૂટેજમાં જે ઘાતક બોમ્બને પાડતા દેખાડવામાં આવ્યાં છે તે ફૂટેજ ભારતના તેજસ ફાઈટર જેટના છે.

તેજસમાંથી બોમ્બ વરસાવવાનું આ પરીક્ષણ 2013નું હોવાનું કહેવાય છે. દરમિયાન તેજસે લેઝર ગાઈડેડ બોમ્બ વરસાવવાનું અને હવામાંથી હવામાં મિસાઈલ છોડવાનું પ્રદર્શન કર્યું હતું. ચીની મીડિયાએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે તેની આ ચોરી પકડાઈ શકે છે. જો કે જ્યારે એવું બન્યું તો તેની પાસે વીડિયો ડિલિટ કરવા સિવાય કોઈ વિકલ્પ ન બચ્યો. ચીનની ચોરી સામે આવતા જ લોકોએ સીજીટીએન ને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ. તેમનું કહેવું છે કે જે પ્રકારે ચીન હથિયારોની ડીઝાઈન ચોરી કરીને હથિયાર બનાવી રહ્યું છે તે જ રીતે હવે ફૂટેજ પણ ચોરી કરવા લાગ્યું છે.

આ બાજુ કમ્યુનિસ્ટ પાર્ટીના 100માં સ્થાપના દિવસના અવસરે રાષ્ટ્રપતિ શી જિનપિંગે દુનિયાને ચેતવણી આપતા કહ્યું કે ચીનને પરેશાન કરવાનો સમય હવે પૂરો થઈ ગયો છે. અમે કોઈ પણ વિદેશી તાકાતને મંજૂરી નહીં આપીએ કે તે અમને આંખ દેખાડે. અમને દબાવે કે પછી અમારા પર અધિકાર જમાવે. અમને આંખ દેખાડનારા લોકોને તેમની જ ભાષામાં જવાબ આપવામાં આવશે.જિનપિંગ ના આ ભડકાઉ ભાષણથી પશ્ચિમી દેશોની સાથે તેનો તણાવ વધી શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch