Fri,26 April 2024,4:04 pm
Print
header

ચીની સેના હાઇ એલર્ટ પર, યુએસ-કેનેડાને તાઇવાનના માર્ગે યુદ્ધ જહાજો મોકલતા ચીન ગુસ્સે

ચીને વિરોધીઓને જોઇ લેવાની ધમકી આપી 

તાઇવાનઃ ચીન-તાઇવાન તણાવ વચ્ચે  અમેરિકા અને કેનેડાએ તાઇવાની ગલ્ફ માર્ગે યુદ્ધ જહાજો મોકલ્યાં છે જેની ચીને નિંદા કરી છે. ઉગ્રતાથી કહ્યું કે બંને દેશોની આ ઉશ્કેરણીજનક ક્રિયાઓએ શાંતિ અને સ્થિરતાને ગંભીર રીતે જોખમમાં મુકી દીધી છે. ચીન આ વિસ્તારનો દાવો કરે છે, જેના દ્વારા તે પસાર થવા માટે ચીની મંજૂરીને જરૂરી માને છે.

તાઇવાન સ્ટ્રેટ 180 કિમી પહોળી ખાડી છે જે તાઇવાન અને ખંડીય એશિયાના ટાપુને અલગ કરે છે. ચીન અને તાઇવાનના નૌકાદળ અને કોસ્ટગાર્ડ બંને જહાજો અહીં પેટ્રોલિંગ કરે છે. યુએસ નેવલ ડિસ્ટ્રોયર (DDG-105) અને રોયલ કેનેડિયન નેવી ફ્રિગેટ HMCS વિનીપેગ 15 ઓક્ટોબરના રોજ તાઇવાન સ્ટ્રેટમાંથી રવાના થયા હતા. ચાઇનીઝ પીએલએ ઇસ્ટર્ન થિયેટર કમાન્ડના પ્રવક્તાએ જણાવ્યું કે અમે સમગ્ર ઘટનામાં બે યુદ્ધ જહાજોને ટ્રેક અને મોનિટર કરવા માટે નેવી અને એરફોર્સને મોકલ્યાં છે. કર્નલ શી યીએ ફરી દાવો કર્યો કે તાઇવાન ચીનનો જ ભાગ છે. અમે દરેક સમયે હાઈ એલર્ટ પર છીએ અને તમામ ધમકીઓ અને ઉશ્કેરણીઓનો સામનો કરવા તૈયાર છીએ.

ચીને કહ્યું - અમે જુલાઈમાં અવકાશયાનનું પરીક્ષણ કર્યું

ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ચીને જુલાઈમાં પરમાણુ સક્ષમ હાઈપરસોનિક મિસાઈલ નહીં પણ એક અવકાશયાનનું પરીક્ષણ કર્યું હતું. ફાઇનાન્સિયલ ટાઇમ્સે શનિવારે આ બાબતની જાણકારી ધરાવતા પાંચ લોકોને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે ચીને અણુ હાઇપરસોનિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું,જેણે અવકાશમાંથી ઉડાન ભરી હતી, તેના લક્ષ્ય તરફ જતા પહેલા વિશ્વની પરિક્રમા કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયને કહ્યું કે તે એક હાઇપરસોનિક અવકાશયાન હતું મિસાઇલ નહીં અને ઘણી કંપનીઓએ આવા પરીક્ષણો કર્યાં છે.

તાઇવાને અમેરિકા સાથે F-16 ફાઇટર જેટ માટે સોદો કર્યો છે

તાઇવાન પર ચીનની કટ્ટરતા કોઈથી છુપાયેલી નથી. છેલ્લા કેટલાક વર્ષોથી ચીન તાઇવાનને સતત ધમકી આપી રહ્યું છે. એટલું જ નહીં, ચીને પોતાનું ફાઇટર જેટ તાઇવાનની બોર્ડર પર મોકલ્યું છે. જો કે, તાઇવાન પણ અત્યાર સુધી આવા તણાવ ઉત્તેજક પગલાંનો યોગ્ય જવાબ આપી રહ્યું છે. ભૂતકાળમાં મીડિયા અહેવાલો પણ હતા કે તાઇવાને અમેરિકાને એફ-16 ફાઇટર જેટની ડિલિવરી ઝડપી કરવા ચીન તરફથી વધતા ખતરા વચ્ચે વિનંતી કરી છે.

જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો બિડેન વહીવટીતંત્રને તાઇવાનના અધિકારીઓ દ્વારા અમેરિકન નિર્મિત F-16s ની ડિલિવરી ઝડપી કરવા માટે કહેવામાં આવ્યું છે, 22 લડાકુ વિમાનોના વેચાણને 2019 માં મંજૂરી આપવામાં આવી હતી, સામાન્ય રીતે આવી ડિલિવરીમાં 10 વર્ષનો સમય લાગે છે, પરંતુ તાઈવાનને અપેક્ષા છે કે ડિલિવરીનો સમય વધુ ઝડપી હશે.

ભૂતકાળમાં ચીને લડાકુ વિમાનો મોકલ્યા હતા

1 થી 5 ઓક્ટોબર વચ્ચે, ચાઇનીઝ પીપલ્સ લિબરેશન આર્મી (PLA) ના લગભગ 150 લશ્કરી વિમાનોએ તાઇવાનના હવાઇ ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી હતી. તાઇવાનના સ્થાનિક અખબાર અનુસાર, છેલ્લા કેટલાક દિવસોમાં બેઇજિંગ દ્વારા આ સૌથી મોટી ઘુસણખોરી હતી. ચીને પોતાની સૈન્યમાં ઝડપથી આધુનિકીકરણ કર્યું છે. ડ્રેગન દાવો કરે છે કે તાઇવાન તેનો એક ભાગ છે, તાઇવાન તેમાં માનતુ નથી અને લોકશાહીમા માને છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch