Sat,27 April 2024,4:42 am
Print
header

US- ચીન વચ્ચે યુદ્ધની સ્થિતી, ચીનના ફાઇટર વિમાનોની ઐસી કી તૈસી કરીને નેન્સી ઉતર્યાં તાઇવાનના એરપોર્ટ પર- gujaratpost

તાઇવાનઃ ચીનની ધમકીઓથી ડર્યા વગર અમેરિકી સંસદના સ્પીકર નેન્સી પોલેસી તાઇવાન પહોંચી ગયા છે, ચીને ધમકી આપી હતી કે જો અમેરિકા અહીં વિમાન ઉતારશે તો જોયા જેવી થશે, તેની સામે અમેરિકાએ પોતાના 24 ફાઇટર જેટ સાથે નેન્સીને તાઇવાન પહોંચાડી દીધા છે. અમેરિકાએ ચીનની નજીકના દરિયામાં 5 યુદ્ધ જહાજો પણ ઉતારી દીધા છે, ચીને અમેરિકી વિમાન તોડી પાડવાની ધમકી આપી હતી. જેની સામે અમેરિકી સેના એલર્ટ છે.

બીજી તરફ તાઈપે એરપોર્ટ પર તાઈવાને એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ કરી નાખી છે. સાથે જ અહીં અમેરિકી ફાઇટર પ્લેન પણ પહોંચી ગયા છે. જો ચીન કોઇ અવળચંડાઇ કરશે તો અમેરિકા તેને જોરદાર ફટકો મારી શકે છે.અમેરિકાએ તેની સેના તૈયાર કરી દીધી છે.

ચીનના સુખોઈ-35 વિમાનો તાઈવાન નજીક ઉડી રહ્યાં છે, ચીન તાઇવાનને અલગ દેશ તરીકે મંજૂરી આપવા માંગતુ નથી, પરંતુ દુનિયાના અનેક દેશોએ તાઇવાનને માન્યતા આપી છે, જેની સામે ચીન લાલઘુમ થઇ ગયું છે અને હવે તે અમેરિકાને ડરાવી રહ્યું છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch