Sat,27 April 2024,8:20 am
Print
header

ચીનમાં લોકડાઉન લાગતા લોકોનું વિરોધ પ્રદર્શન, બેઈજિંગ-શાંઘાઈ, વુહાન સહિત 5 શહેરોમાં લોકો રસ્તા પર ઉતર્યાં

બેઈજિંગઃ ચીનમાં ઝીરો કોવિડ પોલિસી હેઠળ કડક લોકડાઉન લાગતા અહીંની સરકાર સામે વિરોધ પ્રદર્શન તીવ્ર બની રહ્યું છે. શાંઘાઈમાં વિરોધ પ્રદર્શનને કવર કરી રહેલા એક પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો છે. કેમેરામેન એડવર્ડ લોરેન્સ પર ચીની પોલીસ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. પ્રવક્તાએ જણાવ્યું કે અમે અમારા પત્રકાર એડવર્ડ લોરેન્સના સ્વાસ્થ્ય વિશે ચિંતિત છીએ. શાંઘાઈમાં એક વિરોધ પ્રદર્શનને કવરેજ કરતી વખતે તેની અટકાયત કરવામાં આવી હતી,પોલીસે પત્રકારને લાતો પણ મારી હતી.

વુહાનમાં વિરોધ પ્રદર્શન

ચીનમાં કડક લોકડાઉનથી સરકાર સામે લોકોનું વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યું છે.મોટી સંખ્યામાં લોકો ચીનના રસ્તાઓ પર દેખાયા હતા, અને આ કોવિડ પોલિસી પરત કરવાની માંગ કરી હતી. ચીનના મોટા શહેરો બેઈજિંગ અને શાંઘાઈ બાદ હવે આ પ્રદર્શન વુહાન પહોંચ્યું છે. ચીનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના વીડિયો સોશિયલ મીડિયામાં આવી રહ્યાં છે. ચીનમાં સરકાર સામે ચેંગડુ, ઝિયાન, વુહાન, બેઇજિંગ, શાંઘાઇ જેવા શહેરોમાં જોરદાર વિરોધ પ્રદર્શન થઇ રહ્યાં છે.

આ પહેલા ચીનના ઉરુમ્કીમાં એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. આ ઘટનામાં 10 લોકોના મોત થયા હતા અને 9 લોકો ઘાયલ થયા હતા. લોકોનો આરોપ છે કે,કડક લોકડાઉનના કારણે સમયસર મદદ પહોંચી ન હતી, જેને કારણે અકસ્માત સર્જાયો હતો. જેની સામે યુનિવર્સિટીના અનેક વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યાં હતા અને વિરોધ વધુ ઉગ્ર બનાવ્યો હતો. 

ચીનમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે 

ચીનમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોના સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે. શનિવારે અહીં 24 કલાકમાં 40 હજાર કેસ નોંધાયા હતા. આ પહેલા અહીં 35 હજાર કેસ હતા. છેલ્લા કેટલાક દિવસોમાં સતત 30 હજારથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. 

લંડનમાં ચીની દૂતાવાસની બહાર વિરોધ પ્રદર્શન 

ચીનમાં કડક લોકડાઉનના વિરોધમાં ચાલી રહેલા વિરોધની આગ લંડન પહોંચી છે. લંડનમાં ચીની દૂતાવાસની બહાર લોકો એકઠા થયા હતા, સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યાં હતા. આ દરમિયાન લોકોએ ઉરુમ્કીમાં થયેલા અકસ્માતમાં જીવ ગુમાવનાર લોકોને મીણબત્તીઓ પ્રગટાવીને શ્રદ્ધાંજલિ આપી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch