Fri,26 April 2024,4:54 pm
Print
header

કોંગ્રેસે બધાને ચોંકાવી દીધા, દલિત નેતા ચરણજીત ચન્ની હશે પંજાબના નવા મુખ્યમંત્રી

આવતીકાલે મુખ્યપ્રધાન પદના શપથ લઇ શકે છે

ચંદિગઢ: ચરણજીત સિંહ ચન્ની પંજાબના નવા મુખ્યમંત્રી પદના શપથે લેશે. ગઇકાલે કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામું આપ્યું હતું. મુખ્યમંત્રીની રેસમાં રંધાવા આગળ હતા પરંતુ અચાનક જ ચરણજીત સિંહ ચન્નીના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. પ્રથમ વખત પંજાબમાં કૉંગ્રેસે દલિત ચહેરો આપ્યો છે, ચમકૌર વિધાનસભા બેઠકથી તેઓ ધારાસભ્ય છે. ચરણજીત સિંહ ચન્ની કેપ્ટન સરકારમાં શિક્ષણ અને પર્યટન મંત્રી હતા. પંજાબ વિધાનસભામાં વિપક્ષ નેતા રહી ચૂક્યા છે. હરીશ રાવતે માહિતી આપી હતી કે ચન્નીને સર્વાનુમતે કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે.

ચરણજીત સિંહ ચન્ની 2015થી 2016 સુધી પંજાબ વિધાનસભામાં વિપક્ષના નેતા હતા. ચન્ની રામદાસિયા શીખ સમુદાયના છે. 2017માં જ્યારે કેપ્ટન અમરિંદર સિંહના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર બની ત્યારે તેમને મંત્રી બનાવવામાં આવ્યા હતા. ચન્નીએ અગ્રણી લોકોમાંના એક હતા જેમણે અમરિન્દર સિંહ સામે ઓગસ્ટમાં કરવામાં આવેલા બળવાનું નેતૃત્વ કર્યું હતું. તેમણે કહ્યું કે પંજાબના મુદ્દાઓને ઉકેલવા માટે અમને અમરિન્દર પર વિશ્વાસ નથી.

મુખ્યમંત્રી માટે અનેક નેતાના નામ સામે આવ્યા હતા. થોડા સમય પહેલા સુધી સુખજિંદર સિંહ રંધાવાનું નામ આગળ ચાલી રહ્યું હતું. પરંતુ છેલ્લી ઘડીએ હવે ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch