Sun,28 April 2024,5:25 am
Print
header

રૂ.10 લાખની લાંચ માંગનારા CBI અધિકારી ત્રણ દિવસના રિમાન્ડ પર, જાતે જ CBI સમક્ષ થયા હતા હાજર

ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં કામ કરનારા સીબીઆઇ અધિકારીઓ વિવાદમાં સપડાયા છે, રાજકોટમાં એક અધિકારીની આત્મહત્યાના કેસમાં CBI અધિકારીઓ પર આક્ષેપો થયા છે. તો સંદિપકુમાર નામના અધિકારીએ પર 10 લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ છે, CBI ને તેમની વિરુદ્ધ પુરાવા સાથે અરજી મળી હતી, જે કેસમાં સંદિપકુમાર CBI સમક્ષ હાજર થયા હતા, જેમાં કોર્ટે તેમને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યાં છે.

શું હતો મામલો ?? 

આવક કરતા વધુ સંપત્તિના કેસમાં આ અધિકારીએ રાજકોટ મત્સ્ય ઉદ્યોગ વિભાગના આસિસ્ન્ટ સુપ્રિટેન્ડન્ટ સુકર અંજનીને અંદર કરી નાખવાની ધમકી આપીને 10 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જેથી તેમને સીબીઆઇને પુરાવા સાથે ફરિયાદ કરતા મામલો સામે આવ્યો હતો અને સંદિપકુમાર ફરાર થઇ ગયા હતા,જો કે હવે તે જાતે જ નાટ્યાત્મક રીતે હાજર થયા છે. આરોપી સંદિપકુમારે દિવના સર્કિટ હાઉસમાં બેઠક કરીને લાંચ માંગી હતી. સાથે જ વ્હોટ્સએપ પર વારંવાર ફોન કરીને લાંચની માંગણી કરી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch