Tue,14 May 2024,2:40 am
Print
header

આખી રાત પાણીમાં પલાળીને ખાઓ આ પાવરફુલ ડ્રાયફ્રૂટ, આ 5 ફાયદા જાણી તમે ચોંકી ઉઠશો

કાજુ ઉત્તમ સ્વાદ અને પોષક તત્વોનો ખજાનો ગણાય છે. તેને વિશ્વમાં સૌથી વધુ ખાવામાં આવતું ડ્રાયફ્રુટ ગણી શકાય.કાજુને ઘણી શાકભાજી અને મીઠાઈઓમાં નાખવામાં આવે છે, જેથી તેનો સ્વાદ મેળવી શકાય. કાજુ ખાવામાં જેટલું ટેસ્ટી છે તેટલું જ તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જો કાજુને આખી રાત પાણીમાં પલાળી રાખવામાં આવે અને સવારે ઉઠ્યાં પછી તેનું સેવન કરવામાં આવે તો આ ડ્રાયફ્રુટ તમારા શરીરને શક્તિથી ભરી દેશે અને રોગોનો ખતરો દૂર કરશે.

પોષક તત્વોનું ભંડાર - કાજુને પોષક તત્વોનું પાવર હાઉસ કહી શકાય. કાજુમાં વિટામિન, ફાઈબર, કાર્બોહાઇડ્રેટ, હેલ્ધી ફેટ સહિતના ઘણા પોષક તત્વો મળી આવે છે, જે શરીર માટે ખૂબ જ જરૂરી છે. 30 ગ્રામ કાજુમાં 165 કેલરી હોય છે. પ્રોટીન 4 ગ્રામ, ચરબી 14 ગ્રામ, કાર્બોહાઈડ્રેટ 9 ગ્રામ, ફાઈબર 1 ગ્રામ અને ખાંડ 1 ગ્રામ છે. તેમાં મેગ્નેશિયમ, ઝિંક, ફોસ્ફરસ સહિત ઘણા સ્વાસ્થ્યવર્ધક તત્વો હોય છે.

કોલેસ્ટ્રોલ ઓછું કરે છે- કાજુનું ઓછી માત્રામાં નિયમિત સેવન ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં અમુક અંશે મદદ કરી શકે છે. કાજુમાં મોટાભાગની ચરબી સ્ટીરિક એસિડમાંથી આવે છે, જે લોહીના કોલેસ્ટ્રોલ પર તટસ્થ અસર કરે છે. દરરોજ કાજુનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલની સમસ્યામાં રાહત મળે છે.કાજુમાં કેલરી વધુ હોય છે અને તેનું સેવન સંયમિત રીતે કરવું જોઈએ.

હ્રદયરોગનું જોખમ ઘટાડે છે - LDL કોલેસ્ટ્રોલ ઘટાડવા ઉપરાંત કાજુ હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. કાજુમાં મેગ્નેશિયમનું પ્રમાણ વધુ હોય છે, જેને કારણે તે હ્રદય રોગને રોકવામાં મદદ કરે છે. પર્યાપ્ત મેગ્નેશિયમનું સેવન ઇસ્કેમિક હૃદય રોગનું જોખમ ઘટાડી શકે છે, જે ઘણી વખત ત્યારે થાય છે જ્યારે હૃદયને પૂરતું લોહી મળતું નથી.

સ્ટ્રોકનું જોખમ ઓછું - કાજુમાં હાજર મેગ્નેશિયમ સ્ટ્રોકના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે. સ્ટ્રોક એ જીવલેણ સ્થિતિ છે, જેમાં લોકોના મગજમાં પૂરતા પ્રમાણમાં લોહી પહોંચતું નથી અને કોષોને નુકસાન થવા લાગે છે. જેને કારણે લોકો લકવાગ્રસ્ત થઈ જાય છે અને તેમનું અડધું શરીર કામ કરવાનું બંધ કરી દે છે. સ્ટ્રોકથી દર વર્ષે લાખો લોકો મૃત્યું પામે છે.

ડાયાબિટીસ કંટ્રોલ - ડાયાબિટીસના દર્દીઓ પણ કાજુનું સેવન કરી શકે છે. કાજુમાં કાર્બોહાઈડ્રેટ ઓછું હોય છે, તે બ્લડ સુગર પર વધુ અસર કરતું નથી, જે ટાઇપ 2 ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. કાજુ ખાવાથી ડાયાબિટીસનું જોખમ ઓછું થઈ શકે છે.

(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીને લગતી કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar