Sat,27 July 2024,4:54 pm
Print
header

કિંગ ચાર્લ્સ-III કેન્સરથી પીડિત, તપાસ પછી બકિંગહામ પેલેસનું નિવેદન, પીએમ સુનકે સ્વસ્થ થવાની કરી આપી શુભેચ્છા

બ્રિટનઃ હોસ્પિટલમાં દાખલ થયેલા રાજા ચાર્લ્સ III ની મેડિકલ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેઓ કેન્સરથી પીડિત છે. શાહી નિવાસ બકિંગહામ પેલેસે આ માહિતી આપી હતી. 75 વર્ષીય બ્રિટિશ રાજા પ્રોસ્ટેટની સર્જરી માટે ડોકટરોના નિરીક્ષણ હેઠળ છે. બકિંગહામ પેલેસે તેમના સ્વાસ્થ્ય સંબંધિત અપડેટ શેર કરતા કહ્યું કે સારવારની પ્રક્રિયા દરમિયાન એક ચિંતાજનક બાબત ડોક્ટરોના ધ્યાન પર આવી. કિંગ ચાર્લ્સની સર્જરી પહેલાં હાથ ધરવામાં આવેલા પરીક્ષણો દરમિયાન કેન્સર હોવાનું બહાર આવ્યું છે. કિંગના કેન્સરના પ્રકાર વિશે વિગતવાર માહિતી આપવામાં આવી નથી.

જાહેર કાર્યક્રમોથી દૂર રહેવાની સલાહ

નિયમિત સારવાર શરૂ કર્યાં બાદ ડોક્ટરોએ રાજા ચાર્લ્સને જાહેર કાર્યક્રમોથી દૂર રહેવાની સલાહ આપી છે. કિંગ ચાર્લ્સ સારવારના સમગ્ર સમયગાળા દરમિયાન રાજ્યના વ્યવસાય અને સત્તાવાર કાગળનું સંચાલન કરવાનું ચાલુ રાખશે. શાહી પરિવાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર રાજા ચાર્લ્સ-IIIએ તેમની સારવાર કરી રહેલી મેડિકલ ટીમનો આભાર વ્યક્ત કર્યો છે. કિંગ તેમની સારવાર અંગે સંપૂર્ણ આશાવાદી છે.

વિશ્વભરના કેન્સરથી પીડિત દર્દીઓને મદદ કરશે

બકિંગહામ પેલેસે જણાવ્યું હતું કે સકારાત્મક વલણ સાથે સારવાર લઈ રહેલા રાજા પણ શક્ય તેટલી વહેલી તકે સામાન્ય જાહેર શાહી ફરજો પર પાછા ફરવા આતુર છે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલી અટકળો પર પૂર્ણવિરામ મુકવા માટે તેમણે કેન્સર સંબંધિત વાતને  સાર્વજનિક કરવાનો નિર્ણય લીધો છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે રાજવી પરિવાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનથી વિશ્વભરના કેન્સરના દર્દીઓને આ રોગ સામે લડવામાં મદદ મળશે.

બ્રિટનના વડાપ્રધાને સારા સ્વાસ્થ્યની કામના કરી હતી

કિંગ ચાર્લ્સના સ્વાસ્થ્ય સંબંધિત અપડેટ્સ બહાર આવ્યાં પછી, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે રાજા ચાર્લ્સના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી. તેમણે કહ્યું કે તેમને પુરો વિશ્વાસ છે કે બ્રિટનના રાજા ઝડપથી સ્વસ્થ થઈ જશે.આખો દેશ કિંગ ચાર્લ્સના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યો છે. બ્રિટનની વિપક્ષી પાર્ટી લેબર પાર્ટીએ પણ કિંગના સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી છે.

રાજા ચાર્લ્સે 74 વર્ષની વયે બ્રિટનની ગાદી સંભાળી

માતાના મૃૃત્યું પછી રાજા ચાર્લ્સ-III નો રાજ્યાભિષેક થયો હતો. વર્ષ 2022 માં રાણી એલિઝાબેથ II ના મૃત્યું પછી રાજા ચાર્લ્સે 74 વર્ષની વયે બ્રિટનની ગાદી સંભાળી હતી. આ પહેલા વર્ષ 2008માં કિંગ ચાર્લ્સના સ્વાસ્થ્યને લગતી ચિંતાઓ સામે આવી હતી.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch