Fri,26 April 2024,11:47 am
Print
header

બ્રાઝિલઃ રાષ્ટ્રપતિની મંજૂરી વિના 5 થી11 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ, બોલ્સોનારોએ કહ્યું હું મારી દીકરીને રસી નહીં અપાવું- Gujarat Post

બ્રાઝિલઃ ફરી એક વખત વિશ્વભરમાં દરરોજ કોરોનાના લાખો કેસ સામે આવ્યાં પછી ઘણા દેશોએ કોવિડ-19 રસીકરણને વધુ તીવ્ર બનાવ્યું છે. બ્રાઝિલમાં રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોની મંજૂરી વિના બાળકોના રસીકરણને મંજૂરી આપવામાં આવી છે. શુક્રવારથી બ્રાઝિલમાં 5 થી 11 વર્ષની વય જૂથના બાળકોને રસી આપવાનું શરૂ થયું હતું. ગવર્નર જોઆઓ ડોરિયાની હાજરીમાં સાઓ પાઉલોની એક હોસ્પિટલમાં બાળકોનું રસીકરણ શરૂ થયું હતું. પ્રથમ રસી આઠ વર્ષની ડેવી સેરામીવે જાવંતને આપવામાં આવી હતી.બ્રાઝિલમાં પુખ્ત વયના લોકો માટે રસીકરણ અભિયાન જાન્યુઆરી 2021માં સાઓ પાઉલોમાં શરૂ થયું હતું.

બ્રાઝિલના અન્વિસા આરોગ્ય અધિકારીઓએ મહિના પહેલા બાળકોને રસી આપવા માટે નવા વય જૂથની જાહેરાત કરી હતી. બ્રાઝિલમાં 20 મિલિયનથી વધુ બાળકો Pfizer-Biontech રસી માટે પાત્ર છે. જો તેમના માતા-પિતા ઇચ્છે તો તેઓ રસી મુકાવી શકે છે. રસીકરણ અભિયાનમાં દેશના લોકો અને બીમાર બાળકોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

રાષ્ટ્રપતિ બોલ્સોનારોએ કહ્યું- હું મારી 11 વર્ષની દીકરીને રસી નહીં અપાવું

રાષ્ટ્રપતિ બોલ્સોનારોએ બાળકોના રસીકરણનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે તે તેમની 11 વર્ષની દીકરીને રસી નહીં અપાવે. બોલ્સોનારો શરૂઆતથી જ રસીની વિરુદ્ધ છે. થોડા મહિના પહેલા અમેરિકાની એક રેસ્ટોરન્ટે તેમને માત્ર એટલા માટે એન્ટ્રી આપી ન હતી કારણ કે તેમની પાસે રસીનું પ્રમાણપત્ર ન હતું. તેના પર તેમણે કહ્યું કે તેને રસીની જરૂર નથી, કોરોના સામે લડવા માટે તેની રોગપ્રતિકારક શક્તિ મજબૂત છે.

કોવિડને કારણે અત્યાર સુધીમાં 300 બાળકોનાં મોત

રાષ્ટ્રપતિએ બાળકોના રસીકરણને મંજૂરી આપનાર લોકોના નામ પણ માંગ્યા છે. બીજી તરફ અનવિસાના અધિકારીઓએ રાષ્ટ્રપતિના આ નિવેદનને ફાંસીવાદી ગણાવ્યું છે. ઓથોરિટીએ તેના સ્ટાફને જોખમને ધ્યાનમાં રાખીને સુરક્ષાની માંગ કરી છે. બ્રાઝિલના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસાર, દેશમાં કોવિડને કારણે અત્યાર સુધીમાં 6.20 લાખ લોકોના મોત થયા છે.મૃતકોમાં 300 બાળકોનો સમાવેશ થાય છે. ગુરુવારે દૈનિક કેસ વધીને 1 લાખ થઈ ગયા છે જે બે અઠવાડિયા પહેલા માત્ર 6000 હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch