Fri,26 April 2024,8:56 pm
Print
header

મંત્રીઓની નારાજગી બાદ બ્રિટનના પીએમ બોરિસ જોન્સને આપ્યું રાજીનામું- Gujarat Post

બ્રિટનઃ વડાપ્રધાન બોરિસ જોન્સને તેમની પાર્ટી 'ટોરી'ના નેતા પદેથી અને પીએમ પદેથી રાજીનામું આપી દીધું છે. બોરિસ જોન્સન પહેલાંથી જ તેમના નાણા મંત્રી ઋષિ સુનક અને સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવેદના રાજીનામાને કારણે સંકટનો સામનો કરી રહ્યાં હતા. મંત્રીઓ સહિત અન્ય ઘણા સહયોગીઓના રાજીનામાંથી તેમની મુશ્કેલી વધી ગઈ હતી. વિલ ક્વિન્સે શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપ્યું. તેમના પછી રોબિન વોકરે પ્રધાન પદેથી રાજીનામું આપ્યું. લારા ટ્રોટે પરિવહન વિભાગમાં મંત્રીના સહાયકનું પદ છોડી દીધું. અગાઉ તેમણે કહ્યું હતું કે વર્તમાન સરકારે વિશ્વાસ ગુમાવ્યો છે.

જોન્સન પીછેહઠ કરવા તૈયાર ન હતા

અનેક રાજીનામાં છતાં જોન્સન પીછેહઠ કરવા તૈયાર ન હતા. તેઓએ ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. જો કે હવે બોરિસે હવે રાજીનામું આપી દીધું છે, પરંતુ આગામી વડાપ્રધાનની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ બ્રિટનના વડાપ્રધાન રહેશે,  બોરિસે સ્વીકાર્યું હતું કે તેમના પર દબાણ વધી રહ્યું હતુ.

નાણામંત્રી ઋષિ સુનક સહિત સરકારના કેબિનેટ મંત્રીઓએ નારાજ થઇને રાજીનામું આપી દીધું હતું. બોરિસે કહ્યું કે તેઓ "ખૂબ દિલગીર છે" કે તેમણે સસ્પેન્ડેડ સાંસદ ક્રિસ પિન્ચર સામે ગેરવર્તણૂકની ફરિયાદ વિશે જાણ્યા બાદ પણ તેમને "ડેપ્યુટી ચીફ વ્હિપ" ના સત્તાવાર પદ પર નિયુક્ત કર્યાં હતા. સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવિદના રાજીનામાં બાદ તરત જ બ્રિટિશ ભારતીય મૂળના મંત્રી સુનકે ટ્વિટર પર પોતાનું રાજીનામું શેર કર્યું હતું. સુનકે ટ્વીટ કર્યું કે જનતા અપેક્ષા રાખે છે કે સરકાર યોગ્ય રીતે, ગંભીરતાથી અને સક્ષમ રીતે ચલાવવામાં આવશે. પરંતુ આમ થઇ રહ્યું નથી.હવે બધાની નજર બ્રિટનના નવા પીએમના નામ પર છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch