Fri,26 April 2024,10:28 pm
Print
header

બુટલેગરોને સુરત પોલીસનો નથી ડર, કર્ફ્યૂમાં લગ્નનો જમણવાર યોજીને કોરોનાના નિયમોના ઉડાવ્યાં ધજાગરા

સુરતઃ શહેરમાં સતત કાયદાના ધજાગરા ઉડે જેવી ઘટનાઓ વધી રહી છે. ગુનેગારો બેફામ રીતે વર્તન કરી રહ્યાં છે પોલીસ કર્મચારીઓ પણ  કાયદાનું ઉલ્લંધન કરી રહ્યાં છે. પહેલા એક પીઆઇએ કર્ફ્યૂમાં પાર્ટી કરી અને હવે સુરત શહેરમાં બુટલેગરે મોડી રાત્રે લગ્નનો જમણવાર યોજ્યાની ઘટના સામે આવી છે. મોડી રાત સુધી જમણવાર ચાલ્યો હતો. સુરતમાં ખુલ્લેઆમ નાઈટ કર્ફ્યૂના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઇ રહ્યું છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતની પાંડેસરા પોલીસને રાત્રે માહિતી મળી હતી કે, ડુંડી ગામમાં લગ્ન યોજાયા છે. પોલીસે ઘટના સ્થળ પર જઈને જોયું તો ત્યાં લગ્નનો જમણવાર ચાલી રહ્યો હતો. મોટાપાયે લોકો એકઠા થયા હતા. લગ્નના સમારોહમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડવામાં આવ્યા છે. લગ્ન સમારોહનો વીડિયો પણ સામે આવ્યો છે

આ લગ્ન સમારોહ યોજનાર બીજુ કોઈ નહીં પણ એક લિસ્ટેડ બુટલેગર હતો. પોલીસના નાક નીચે આ બુટલેગરે લગ્નનું આયોજન કર્યું હતું. પાંડેસરા પોલીસે આ સમારોહ યોજવા બદલ 10 લોકોની અટકાયત કરી છે. હવે બુટલેગરોમાં પણ સુરત પોલીસનો ડર નથી રહ્યો તેવુ લાગી રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, પોતાના ટ્રાન્સફરની પાર્ટી યોજનાર સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતા પી.આઈ એ.પી શેલૈયાને સસ્પેન્ડ કરાયા છે. પોતાની બદલીને લઈ ફાર્મ હાઉસમાં વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. તેમણે ભવ્ય કાર્યક્રમ યોજી જાહેરનામાનો ભંગ કર્યો હતો. ત્યારે સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા તેને સસ્પેન્ડ કરાયા છે.

 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch