Fri,26 April 2024,10:34 am
Print
header

માસ્ક નહી પહેરનાર બેજવાબદાર મેયર બિજલ પટેલ સોશિયલ મીડિયામાં ટ્રોલ થયા

મેયરને રુ. 200 નો દંડ ભરવા કહ્યું, કોઇએ કહ્યું અમુલ પાર્લરથી 5 રુપિયામાં માસ્ક લઇ આવો.

હિરેન ઉપાધ્યાય, અમદાવાદ

એસબીઆઇ દ્વારા પીપીઇ કીટનુ દાન સ્વીકારતા સમયે મેયર બિજલ પટેલે માસ્ક નહીં પહેરીને બેદરકારી દાખવતા તે સોશિયલ મીડિયામાં ટ્રોલ થઇ રહ્યાં છે. બિજલ પટેલે તેમના ટ્વીટર હેન્ડલ પર એસબીઆઇ તરફથી પીપીઇ કીટ સ્વીકારતો ફોટો મુક્યો હતો. જેને લઇને અમદાવાદીઓએ તેમના સામે અનેક સવાલ ઉભા કર્યા છે. અરવિંદ ચૌધરી નામના વ્યક્તિએ લખ્યું છે કે આભાર... માસ્ક વગર ફોટો પડાવીને "હું પણ કોરોના વોરિયર્સ" અભિયાનને સહયોગ કરવા બદલ અમે આપના ઋણી છીએ...જીગ્નેશ રાવલ નામના એક અમદાવાદીએ કહ્યું કે...Ye to nahi Chalega, MC @Mukeshias charge Rs.200 from  @ibijalpatel for not wearing  Face with medical maskimmediately. જ્યારે દેવાંગ પરમારે મેંગો ફેસ્ટીવલ સાથે માસ્કને જોડીને ટ્વીટ કર્યુ કે એમની રોગપ્રતિકારક શક્તિ વધારે જ સારી છે.અને માસ્કનું તો એવું છે કે એ મેંગો ફેસ્ટિવલમાં રહી ગયો છે. 

જ્યારે રાજેશ કાલાવડિયાએ ટ્વીટરના માધ્યમથી જવાબ માંગ્યો છે કે જનતા તેમના નેતાને અનુસરે છે. એક જવાબદાર વ્યક્તિ અને મેયર તરીકે બિનજવાબદાર વર્તન યોગ્ય નથી.તમે જનતા પાસે શું અપેક્ષા રાખશો ?? રોનિતકુમાર પટેલે સિંઘમનો ડાયલોગ જ તેમની સાથે જોડીને ટ્વીટ કર્યુ ...યે ગાવ મેરા હે ઑર મે ઇસ ગાવ કા જયકાંત શિક્રે. એવી જ રીતે  યે અમદાવાદ મેરા હે ઑર મે ઇસ અમદાવાદ કી મેયર બિજલ પટેલ.

મેયરે અગાઉ ટ્વીટ કરીને માસ્ક પહેરવા અપીલ કરી હતી

જોવું કહ્યું કે અમદાવાદ પોલીસ મેયરને રુપિયા 200 દંડ કરીને દાખલો બેસાડે છે કે નહી ?  બિજલ પટેલ હવે ખરેખર અમદાવાદના પ્રથમ નાગરિક તરીકે જવાબદારથી કામ કરે છે કે નહી ? તેના પર અમદાવાદીઓની નજર છે.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch