Sun,05 May 2024,6:39 am
Print
header

ED એ લાલુના નજીકના સુભાષ યાદવની કરી ધરપકડ, દરોડામાં 2 કરોડ રૂપિયા રોકડા અને દસ્તાવેજો મળ્યાં

બિહારઃ રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના નજીકના વ્યક્તિ સુભાષ યાદવની EDની ટીમે ધરપકડ કરી છે. શનિવારે સવારથી રાત સુધી સુભાષ યાદવના 8 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યાં હતા. લગભગ 2 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યાં છે અને જમીન સંબંધિત ઘણા દસ્તાવેજો મળી આવ્યાં છે. તપાસ બાદ EDની ટીમે સુભાષ યાદવની ધરપકડ કરી હતી. આ પછી તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા, EDની ટીમ દ્વારા હજુ સુધી નિવેદન જારી કરવામાં આવ્યું નથી.

સુભાષ યાદવ બ્રોડસન કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર છે. તેમના પર ગેરકાયદેસર રેતીના ધંધાનો આરોપ છે. આ ધરપકડ બાદ આરજેડી કેમ્પમાં હલચલ મચી ગઈ છે. આ પહેલા આવકવેરાની ટીમે RJD- MLC વિનોદ જયસ્વાલના ઘરે દરોડા પાડ્યાં હતા. ટીમે પટના સ્થિત નિવાસસ્થાને દરોડા પાડ્યાં હતા.

બેઉર જેલને શિફ્ટ કરવાની તૈયારી ચાલી રહી છે

ED ટીમને સુભાષ યાદવ વિરુદ્ધ ગેરકાયદેસર રેતીના વેપાર અને મની લોન્ડરિંગની ફરિયાદ મળી હતી. તપાસ બાદ ટીમે પટનાના દાનાપુર, તકિયા વિસ્તાર સહિત સુભાષ યાદવના 8 સ્થળો પર દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન આટલી મોટી રોકડ જોઈને ઈડીની ટીમ સ્તબ્ધ થઈ ગઈ હતી. ટીમે રોકડ ગણવા માટે મશીન મંગાવવું પડ્યું હતું. આ પછી મધરાતે સુભાષ યાદવની ધરપકડ કરવામાં આવી હતી. EDની ટીમ સુભાષ યાદવને બેઉર જેલમાં મોકલવાની તૈયારી કરી રહી છે.

આરજેડીએ લોકસભા ચૂંટણી માટે ટિકિટ આપી હતી

RJDએ 2019માં ઝારખંડના ચતરા લોકસભા મતવિસ્તારમાંથી રેતીના વ્યવસાય સાથે સંકળાયેલા સુભાષ યાદવને ટિકિટ આપી હતી. જો કે તે ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. અહીં ચૂંટણીના એક વર્ષ પહેલા એટલે કે 2018માં ઈન્કમટેક્સે દિલ્હી, ધનબાદ અને પટના સહિત સુભાષ યાદવના ઘણા સ્થળો પર દરોડા પાડ્યા હતા.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch