Sat,27 April 2024,12:12 am
Print
header

ભાવનગરઃ મોટી વાવડીમાં તળાવમાં ન્હાવા પડેલા 2 સગાભાઈ સહિત 4 તરૂણોનાં મોત

ભાવનગરઃ ગારિયાધારના મોટી વાવડી ગામે બે સગા ભાઈઓ સહિત ચાર તરૂણો ગામના પાદરમાં આવેલા તળાવમાં ન્હાવા પડ્યા હતા અને ડૂબી જવાથી તેમના મોત થઇ ગયા છે જેનાથી પંથકમાં ખળભળાટ મચી ગયો છે ગારિયાધારના મોટીવાવડી ગામે રહેતા જયેશ ભૂપતભાઈ કાકડિયા (ઉં.વ.10) મોન્ટુ હિંમતભાઈ ભેંડા (ઉં.વ.11), તરુણ શંભુભાઈ ખોખાણી (ઉં.વ.11) અને મીત શંભુભાઈ ખોખાણી (ઉં.વ.12)ના મોત થયા છે સાંજ પડતાં બાળકો ઘરે ન આવતાં તેમના ઘરના સભ્યોએ તેમની શોધખોળ શરૂ કરી હતી.

તળાવના કાંઠે સાઇકલ તેમજ તરૂણોનાં ચપ્પલ મળી આવતાં તરૂણોના ડૂબી જવાની શંકા જતાં ગ્રામજનો દ્વારા તળાવમાં શોધખોળ કરતા તરૂણોની લાશો મળી આવી હતી,ઘટનાની જાણ થતાં ગારિયાધાર ફાયર, મામલતદાર અને પોલીસ સ્ટાફ પહોંચ્યા હતા. મૃતક તરૂણોમાંથી બે બાળકો સગાભાઈઓ હતા આ તમામ ગામની સરકારી શાળામાં અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે. તળાવમાં થોડા દિવસ પૂર્વ સૌની યોજના હેઠળના પાઇપલાઇન દ્વારા પાણી ભરવામાં આવ્યું હતું. નાના એવા ગામમાં કરુણ ઘટના બનતાં શોકનું મોજું ફરી વળ્યું છે મૃતકોના પરિવારો પર આભ તૂટી પડ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch