Fri,26 April 2024,8:41 pm
Print
header

આ શખ્સે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે માંગી રૂપિયા 1 કરોડની ખંડણી, મારી નાખવાની આપી ધમકી

પટેલ મુખ્યમંત્રીને ગુજરાતમાં રાજ નહીં કરવા દેવાની ધમકી 

બનાસકાંઠા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો વાયરલ કરીને ધમકી આપવામાં આવી છે. એક શખ્સે વીડિયોમાં કહ્યું છે કે સીએમ એક કરોડ રૂપિયા મોકલાવી દે નહીં તો તેમને જોઇ લેવામા આવશે. પોતાને રામકથાકાર ગણાવતા વાવના બટુક મોરારી બાપુ નામના વ્યક્તિએ આ ધમકી આપતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઇ ગઇ છે.

બટુક મોરારી બાપુએ 11 દિવસની અંદર એક કરોડ રૂપિયા મોકલાવી દેવાની માંગ કરી છે. સાથે જ કહ્યું છે કે જો ભૂપેન્દ્ર પટેલ એક કરોડ રૂપિયા નહીં મોકલાવે તો ગુજરાતમાં પટેલને રાજ નહીં કરવા દેવામાં આવે, ધમકી આપી છે કે મને રૂપિયા નહીં મળે તો હું મુખ્યમંત્રીને અકસ્માતમાં મરાવી નાખીશ.

બીજી તરફ એવી પણ ચર્ચા છે કે આ માત્ર પબ્લિસિટી સ્ટંટ છે હવે ધમકી આપનારા વ્યક્તિનો મોબાઇલ પણ બંધ આવે છે. હાલમાં પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch