Sat,27 April 2024,10:46 am
Print
header

ત્રીજી લહેરની શરૂઆતઃ દેશના આ રાજ્યમાં 300 બાળકો થયા કોરોનાથી સંક્રમિત, સ્કૂલો બંધ કરવાની વિચારણા

ફાઇલ ફોટો

બેંગ્લુરૂઃ દેશમાં કોરોનાની બીજી લહેર ખતમના આરે છે અને ત્રીજી લહેરની શરૂઆત પણ થઇ ગઇ છે. કોરોનાના કેસોમાં જોઇએ એટલાં પ્રમાણમાં ઘટાડો નથી થયો. સ્કૂલોની શરૂઆત થતા જ બાળકો સંક્રમિત થવા લાગ્યા છે.નિષ્ણાંતો એ પણ ત્રીજી લહેરમાં સૌથી વધારે બાળકો સંક્રમિત થશે એવું જણાવ્યું છે. બેંગલુરુમાં સ્કૂલો શરૂ થતા જ 300 થી પણ વધારે બાળકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. અન્ય રાજ્યોમાં પણ બાળકોમાં કોરોના સંક્રમણ જોવા મળી રહ્યું છે.

કર્ણાટકના બેંગલુરુમાં સ્કૂલો શરૂ થતાની સાથે જ ચિંતાજનક અહેવાલ સામે આવ્યાં છે. શહેરમાં અંદાજે 6 દિવસની અંદર 300થી પણ વધારે બાળકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. કોરોનાનો આ આંકડો ખૂબ જ તેજીથી વધી રહ્યો છે. બેંગલુરુ પ્રશાસને જે આંકડા આપ્યા છે તેમાં 0 થી 9 વર્ષના અંદાજે 127 અને 10 થી 19 વર્ષના અંદાજે 174 બાળકો કોરોના પોઝિટિવ આવ્યાં છે. આ આંકડા પાંચ ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધીના છે.

હિમાચલ પ્રદેશમાં લગભગ 62 અને પંજાબમાં 27 વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે, હરિયાણાની શાળાઓમાં પણ કોરોનાના કેસ સામે આવ્યાં છે. હિમાચલ પ્રદેશે 22 ઓગસ્ટ સુધીમાં શાળા બંધ કરવાની ચર્ચા થઇ રહી છે. ત્યારે બાળકોમાં કોરોનાના કેસ વધતા વાલીઓની ચિંતા વધી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch