Fri,26 April 2024,12:32 pm
Print
header

વિધાનસભા ચૂંટણીની તારીખો થઇ જાહેર, જાણો- ત્રિપુરા મેઘાલય અને નાગાલેન્ડમાં ક્યારે થશે મતદાન

નવી દિલ્હીઃ ભારતીય ચૂંટણી પંચે ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી નાખી છે.ત્રણ રાજ્યોમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ મતદાન થશે. નાગાલેન્ડ અને મેઘાલયમાં 27 ફેબ્રુઆરીએ મતદાન થશે.પરિણામ 2 માર્ચે જાહેર કરવામાં આવશે. ત્રિપુરામાં ભાજપ સત્તામાં છે તો મેઘાલય અને નાગાલેન્ડમાં સત્તાધારી ગઠબંધનમાં ભાજપ સામેલ છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ત્રણેય રાજ્યોમાં મતદાન થયું હતું. ત્રણ રાજ્યોમાં 60 વિધાનસભા સીટો છે. આવી સ્થિતિમાં સરકાર બનાવવા માટે બહુમત માટે 31નો આંકડો જરૂરી છે. 

નાગાલેન્ડમાં 2315, મેઘાલયમાં 3482 અને ત્રિપુરામાં 3328 બૂથ છે. શાળાઓમાં બનેલા તમામ બૂથ પર શૌચાલય, વીજળી, ચેર ટેબલ ફર્નિચરની વ્યવસ્થા વધારી દેવાશે, મતદારોને લઇને આ બધી વ્યવસ્થા કરાશે. 

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું કે, ત્રણેય રાજ્યોની ચૂંટણી પંચના અધિકારીઓએ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ત્યાંના પ્રશાસનિક અધિકારીઓ સાથે મુલાકાત કરી. કેટલાક જ રાજ્યો એવા છે જ્યાં ચૂંટણી બાદ અને તે પહેલા હિંસાની ઘટનાઓ જોવા મળે છે. હાલમાં જ બે રાજ્યોમાં ચૂંટણી થઈ છે, જ્યાં ચૂંટણી દરમિયાન આવી કોઈ હિંસા થઈ નથી. લોકશાહીમાં હિંસાને કોઈ સ્થાન નથી. અમને આશા છે કે આ ચૂંટણીમાં પણ હિંસા નહીં હોય, શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch