Sat,27 April 2024,1:49 am
Print
header

GST ના ચાર કર્મચારીઓ લાખોની રોકડ સાથે ઝડપાયા, શામળાજી હાઇવે પર કાર્યવાહી

ગાંધીનગર GST મોબાઇલ સ્કવોર્ડના કર્મચારીઓની પણ લાખોની પ્રેક્ટીસ !

અરવલ્લીઃ GST વિભાગમાં છેલ્લા ઘણા સમયથી ભ્રષ્ટાચારની અને વેપારીઓની હેરાનગતિની બૂમો પડી રહી છે. ખાસ કરીને મોબાઇલ સ્કવોર્ડમાં કામ કરનારા કર્મચારીઓ સામે અનેક ફરિયાદો પણ થઇ છે હવે અરવલ્લીમાં શામળાજી હાઇવે પર એસીબીએ સપાટો બોલાવ્યો છે મહેસાણા એસીબીની ટીમે 4 કર્મચારીઓની અટકાયત કરી છે જેમની કારમાંથી 6.51 લાખ રૂપિયાનું બિનહિસાબી નાણું ઝડપાયું છે, છેલ્લા ઘણા સમયથી વેપારીઓ આક્ષેપ કરી રહ્યાં છે કે તેમના માલની હેરાફેરી દરમિયાન કોઇને કોઇ રીતે જીએસટીના કર્મચારીઓ હેરાનગતિ કરીને તોડબાજી કરે છે. એસીબી હાલમાં આ કેસની તપાસ કરી રહી છે. 

ઝડપાયેલા ચાર કર્મચારીઓ

ત્રિવેદી રોહિત ગુણવંતલાલ 
જાદવ શિવાનંદ કેશવલાલ 
પ્રજાપતિ મહેન્દ્ર મનજીભાઈ
હાર્દિક દિલીપભાઈ લાંબા

ગાંધીનગરના મોબાઇલ સ્કવોર્ડના કર્મચારીઓએ કર્યો હતો તોડ

થોડા મહિનાઓ પહેલા ગાંધીનગર જીએસટી મોબાઇલ સ્કવોર્ડના 4 કર્મચારીઓએ એક વેપારીની ગાડી ગેરકાયદેસર રીતે જપ્ત કરીને તેને દમ મારીને 15 હજાર રૂપિયાનો તોડ કર્યો હતો આ તોડબાજ કર્મચારીઓ પર જીએસટી કમિશનર ઓફિસે તપાસ શરૂ કરી હતી. આ ચાર કર્મચારીઓમાંથી એક કર્મચારીના બેંક એકાઉન્ટમાં લાખો રૂપિયાના ટ્રાન્જેક્શન અને તેની પાસે અન્ય સંપત્તિ હોવાની આશંકા છે તેમ છંતા જીએસટી વિભાગે તેની સામે કોઇ ઉચિત કાર્યવાહી કરી નથી, માત્ર એક કર્મચારીની સુરતમાં બદલી કરીને જ વિભાગે સંતોષ માની લીધો હતો, જો કે આવા કિસ્સાઓમાં જીએસટી વિભાગે એસીબીમાં કેસ આપવો જોઇએ તેની જગ્યાએ ઉચ્ચ કર્મચારીઓ પોતાના લાંચિયા કર્મચારીઓને બચાવી રહ્યાં છે જેથી ઉચ્ચ અધિકારીઓ સુધી હપ્તા પહોંચતા હોવાની ચર્ચાઓ છે. 

અમે તમને જણાવી દઇએ કે કરોડો રૂપિયાના જીએસટી બિલિંગ કૌભાંડોમાં પણ જીએસટીના ઉચ્ચ અધિકારીઓની સંડોવણીના આરોપ લાગ્યા છે તેમ છંતા આજદિન સુધી આવા કોઇ ઉચ્ચ કર્મચારીઓ સામે પુરાવાને અભાવે કાર્યવાહી થઇ શકતી નથી, પરંતુ તેમની કરોડો રૂપિયાની સંપત્તિની તપાસ કરવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવી શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch