Wed,08 May 2024,2:07 am
Print
header

USB Type C પોર્ટ અને 48 MP કેમેરા સાથે iPhone 15 સિરીઝ લોન્ચ, આ છે કિંમત અને તેના ફીચર્સ

કેલિફોર્નિયાઃ વિશ્વભરના iPhone પ્રેમીઓ iPhone 15 ની આતુરતાથી રાહ જોતા હતા અને હવે Apple એ કેલિફોર્નિયામાં આયોજિત Wanderlust ઇવેન્ટમાં iPhone 15 સિરીઝ લૉન્ચ કરી છે. કંપનીએ લોન્ચ ઈવેન્ટમાં iPhone 15 Apple Watch પણ લોન્ચ કરી છે. iPhone 15નો ક્રેઝ કેટલી હદે છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે લોન્ચ ઈવેન્ટ પહેલા #AppleEvent #AppleEvent2023 સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું હતુ.

Apple એ iPhone 15 સીરીઝમાં ચાર મોડલ લોન્ચ કર્યા છે, જેમાં iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro અને iPhone 15 Pro Maxનો સમાવેશ થાય છે. આ વખતે Appleએ iPhone 15 સીરીઝમાં મિની મોડલ લોન્ચ કર્યું નથી. કંપનીએ ઘણા નવા ફીચર્સ સાથે iPhone 15 સીરીઝ રજૂ કરી છે. આ નવી સીરીઝમાં A17 બાયોનિક ચિપસેટને સપોર્ટ આપવામાં આવ્યો છે.

iPhone 15 સિરીઝમાં આ ફીચર્સ હશે

કંપનીએ આઇફોન 15 સીરીઝના બેઝ મોડલ એટલે કે આઇફોન 15માં ડાયનેમિક આઇલેન્ડનું ફીચર આપ્યું છે. iPhone 15 ના ડિસ્પ્લેમાં વપરાશકર્તાઓને 2000 nits ની પીક બ્રાઈટનેસનો સપોર્ટ મળશે. iPhone 15 અને iPhone 15 Plus માં, વપરાશકર્તાઓને પાછળની બાજુએ ડ્યુઅલ કેમેરા સેટઅપ મળશે. iPhone 15ને કંપનીએ 5 કલર વેરિઅન્ટ પિંક, યલો, ગ્રીન, બ્લુ અને બ્લેકમાં લોન્ચ કર્યો છે. iPhone 15માં યુઝર્સને Dolby Vision સપોર્ટ સાથે સુપર રેટિના XDR ડિસ્પ્લે મળશે.

iPhone 15માં પ્રાઇમરી કેમેરા 48 મેગાપિક્સલનો હશે, જ્યારે સેકન્ડરી કેમેરા 24 મેગાપિક્સલનો હશે. એપલના જણાવ્યાં અનુસાર, આ વખતે યુઝર્સ નાઈટ ફોટોગ્રાફીમાં પહેલા કરતા વધુ ડિટેઈલ મેળવવા જઈ રહ્યાં છે. iPhone 15ના આગળના ભાગમાં 12-મેગાપિક્સલનો ટેલિફોટો સેલ્ફી કેમેરા હશે.તેનો 24-મેગાપિક્સલનો પોટ્રેટ કેમેરા 4K રેકોર્ડિંગ માટે પણ સક્ષમ છે.

iPhone 15 અને iPhone 15 Plus ની સ્ક્રીનનું કદ

આ વખતે iPhone 15 પણ સારી બેટરી લાઈફ મેળવવા જઈ રહ્યો છે.જો આપણે ડિસ્પ્લે સાઇઝની વાત કરીએ તો iPhone 15માં 6.1 ઇંચની ડિસ્પ્લે હશે,જ્યારે iPhone 15 Plusમાં 6.7 ઇંચની સ્ક્રીન હશે. બંને મોડલમાં યુઝર્સને ટાઈપ સી પોર્ટનો સપોર્ટ પણ મળશે.

Apple એ iPhone 15 અને iPhone 15 Plus માં A16 Bionic ચિપસેટને સપોર્ટ કર્યો છે. iPhone 15 ખરીદવા માટે તમારે 799 ડોલર એટલે કે લગભગ 66,230 રૂપિયા ખર્ચવા પડશે, જ્યારે iPhone 15 Plus ખરીદવા માટે તમારે 899 ડોલર એટલે કે લગભગ 74,518 રૂપિયા ખર્ચવા પડશે.

iPhone 15 Proના ફીચર્સ અને કિંમત

Appleએ iPhone 15 સિરીઝમાં iPhone 15 Pro અને iPhone 15 Pro Max પણ લૉન્ચ કર્યા છે. કંપનીએ iPhone 15 Pro સીરીઝમાં ટાઇટેનિયમ ફ્રેમ આપી છે. iPhone 15 Proમાં 6. ઇંચની ડિસ્પ્લે છે અને iPhone 15 Pro Maxમાં 6.7 ઇંચની ડિસ્પ્લે છે. કંપનીએ આઇફોનમાં એ જ ટાઇટેનિયમ ગ્રેડનો ઉપયોગ કર્યો છે જે નાસાએ તેના માર્સ રોવરમાં ઉપયોગ કર્યો હતો. કંપનીએ iPhone 15 Pro સિરીઝ A17 Pro Bionic ચિપસેટ સાથે લૉન્ચ કરી છે. આ પહેલો સ્માર્ટફોન છે જે 3 નેનોમીટર પ્રોસેસરથી લેસ છે.

એપલે મ્યૂટ બટનને હટાવી દીધું

આ વખતે કંપનીએ iPhone 15 Pro સિરીઝમાંથી પોતાના પરંપરાગત મ્યૂટ બટનને હટાવી દીધું છે. મ્યૂટ બટનને બદલે હવે કંપનીએ યુઝર્સને એક્શન બટન આપ્યું છે. આ બટનની મદદથી તમે માત્ર ફોનને સાઈલેન્ટ જ નહીં કરી શકો પરંતુ તેની સાથે ફ્લાઈટ મોડને પણ એક્ટિવેટ કરી શકો છો. iPhone 15 Pro અને 15 Pro Max મોડલમાં કંપનીએ પાછળની બાજુએ ટ્રિપલ કેમેરા સેટઅપ આપ્યું છે. આમાં પણ પ્રાઇમરી કેમેરા 48 મેગાપિક્સલનો હશે. Apple એ iPhone 15 Pro Max માં 5X ઓપ્ટિકલ ઝૂમને સપોર્ટ કર્યો છે.iPhone 15 Pro ખરીદવા માટે તમારે 999 ડોલર ખર્ચવા પડશે. જ્યારે iPhone 15 Pro માટે તમારે 1199 ડોલર ચૂકવવા પડશે. જો કે ભારતમાં હજુ આ નવા આઇફોનની કિંમત જાહેર કરાઇ  નથી.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch