Fri,26 April 2024,8:37 am
Print
header

આણંદમાં પ્રખ્યાત ઠક્કર ખમણવાળાનાં પત્નીનું શંકાસ્પદ મોત, ભાઈને હત્યાની શંકા જતા કરાવ્યું પોસ્ટમોર્ટમ- Gujarat Post

આણંદઃ બોરસદમાં રહેતા અને આણંદમાં ઠક્કર ખમણના નામે ધંધો કરતા વેપારીની પત્નીનું શંકાસ્પદ મોત થતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે, પરિણીતાના પિયરીવાળાને શંકા જતા તેમને મૃતદેહનું પોસ્ટમર્ટમ કરાવ્યું હતું, મૃતકના ગળાના ભાગે નિશાન મળી આવ્યા છે. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

મૃતકનો પતિ અમિત બોરસદ-આણંદ રોડ ઉપર આવેલી લેગસી સોસાયટીમાં રહે છે. તેઓની દુકાન ઠક્કર ખમણ હાઉસથી સમગ્ર વિસ્તારમાં પ્રખ્યાત છે. અમિત ઠક્કરના લગ્ન પંદર વર્ષ પહેલાં સુરતની રોક્ષા (ઉં.વ 35) સાથે થયા હતા. તેમને સંતાનમાં એક પુત્રી અને પુત્ર છે. મંગળવારે સવારે તેમનું બાથરૂમમાં ન્હાવા જતા સમયે શંકાસ્પદ મોત થયું હતું. સાસરીપક્ષવાળાએ તેના પિયરમાં ફોન કરી રોક્ષા પડી ગઇ છે તેને ઈજા થઇ છે તેવું જણાવ્યું હતુ. બાદમાં થોડાં જ સમય ફરી ફોન કરીને તેના મોતના સમાચાર આપ્યા હતા. સુરતમાં રહેતો પરિણીતાનો પરિવાર ડઘાઈ ગયો હતો. પિયરીયા બોરસદ સ્થિત નિવાસસ્થાને આવે તે પહેલાં પરણીતાની અંતિમવિધિની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

યુવતીના મોતની શંકા જતાં મૃતકના ભાઈએ અંતિમવિધિ પહેલાં પોસ્ટમોર્ટમ કરવાની  માંગ કરી હતી. બુધવારે તેનું કરમસદ પોસ્ટમોર્ટમ કરતા ગળાના ભાગે નિશાન મળી આવ્યા હતા. હાલ ફોરેન્સિક રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ મામલે પરિણીતાનું ગળું દબાવીને હત્યા કરાઈ હોવાની શંકા પિયરીયાઓએ વ્યકત કરી છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch