Fri,26 April 2024,11:09 am
Print
header

કથિત જાસૂસીકાંડ મામલે અમિત શાહનું સૌથી મોટું નિવેદન, કહ્યું સંસદના સત્ર પહેલા આ દેશને બદનામ કરવાનું મોટું ષડયંત્ર

નવી દિલ્હીઃ દેશના પત્રકારો, નેતાઓ અને ન્યાયાધિશની કથિત જાસૂસી મામલે ગૃહમંત્રી અમિત શાહે આજે વિરોધીઓ પર મોટો હુમલો કર્યો છે, ગૃહમંત્રી શાહે પેગાસસ રિપોર્ટને એક મોટું ષડયંત્ર ગણાવ્યું છે તેમને કહ્યું કે તમે સમજો સંસદના ચોમાસુ સત્રના એક દિવસ પહેલા આ રિપોર્ટ લીક કરીને દેશને બદનામ કરવામાં આવી રહ્યો છે.

તેમને કોંગ્રેસ સહિતના વિપક્ષો પર સવાલ ઉભા કરીને કહ્યું કે ભારતની છબીને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બદનામ કરવામાં આવી રહી છે તેમને કોંગ્રેસની ઝાટકણી કાઢતા કહ્યું કે કોંગ્રેસનો આંતરિક ડખો આખો દેશ જોઇ રહ્યો છે અને વિરોધીઓ અમારી મોદી સરકારનો વિકાસ જોઇ શકતા નથી જેથી સરકારને કોઇને કોઇ રીતે બદનામ કરવા ષડયંત્રો કરી રહ્યાં છે, જો કે કોંગ્રેસે કથિત જાસૂસીકાંડ મામલે મોદી સરકારની ઝાટકણી કાઢીને તેની તપાસની ઉગ્ર માંગ કરી છે. નોંધનિય છે કે ઇઝરાયલના સોફ્ટવેરથી ભારતના 40 પત્રકારો, વિપક્ષના નેતાઓ, મંત્રીઓ અને ન્યાયાધીશનો મોબાઇલ ડેટા મેળવીને તેમની જાસૂસી થઇ હોવાનો એક રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે. આ મામલે કોંગ્રેસ સહિતના વિપક્ષો આગામી સમયમાં મોદી સરકારને ઘેરશે તે નક્કિ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch