Sat,27 April 2024,6:18 am
Print
header

અમેરિકાઃ ટેક્સાસમાં ટ્રકમાંથી 46 મૃતદેહો મળતા સનસનાટી, ઘૂસણખોરીમાં આવ્યાં હતા આ લોકો- Gujarat Post

અમેરિકાઃ ટેક્સાસમાં એક ટ્રકમાંથી 46 મૃતદેહો મળી આવતા સનસનાટી ફેલાઇ ગઇ છે.સેન એન્ટોનિયોના દક્ષિણ-પશ્ચિમમાં મૃતદેહોથી ભરેલો ટ્રક મળી આવ્યો છે. સાન એન્ટોનિયોના KSAT ટેલિવિઝનએ અહેવાલ આપ્યો છે કે આ લોકો દક્ષિણ ટેક્સાસમાં ઘૂસણખોરીની ફિરાકમાં આવ્યાં હતા. 

ન્યૂઝ એજન્સી એએફપીએ અમેરિકન મીડિયાને ટાંકીને આ સમાચાર આપ્યા છે. મૃતદેહો ભરેલી આ ટ્રક ડાઉનટાઉન સાન એન્ટોનિયોના દક્ષિણના વિસ્તારમાં રેલવે ટ્રેકની નજીકથી મળી આવી છે. સાન એન્ટોનિયો પોલીસે હજુ સુધી આ અંગે સત્તાવાર નિવેદન આપ્યું નથી.સાન એન્ટોનિયોમાં મેક્સીકન જનરલ કોન્સ્યુલેટે જણાવ્યું કે કોન્સ્યુલ જનરલ રુબેન મિનુટ્ટી ઘટના સ્થળે રવાના થઈ ગયા છે.

મેક્સીકન વિદેશમંત્રી માર્સેલો એબ્રાર્ડે જણાવ્યું કે પીડિતોની રાષ્ટ્રીયતા હજુ જાણી શકાઈ નથી. એબાર્ડે ટ્વીટ કર્યું, "ટેક્સાસમાં દુર્ઘટના. બંધ ટ્રેલરમાં ગૂંગળામણને કારણે પરપ્રાંતિયોના મોતની આશંકા છે. મેક્સિકોનું કોન્સ્યુલેટ ઘટના સ્થળે રવાના થઈ ગયું છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. નોંધનિય છે કે અમેરિકામાં અગાઉ પણ ઘૂસણખોરીની ફિરાકમાં રહેલા અનેક લોકોના મોત થયાના કિસ્સા છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch