Sat,27 April 2024,2:20 am
Print
header

ફરી ખાખી વિવાદમાં, 1.25 લાખ રૂપિયાની લાંચમાં PI ના કેટલા હિસ્સાની થઇ હતી વાત ?

આ પોલીસકર્મીએ આરોપીને ન મારવા માટે માંગી હતી 1.25 લાખ રૂપિયાની લાંચ

અમદાવાદઃ કોરોનાની ભયાનક સ્થિતીમાં નાગરિકોની દુર્દશા થઇ છે, નોકરીઓ નથી, ધંધા-રોજગાર નથી ત્યારે આવી સ્થિતીમાં પણ કેટલાક પોલીસકર્મીઓ ભ્રષ્ટાચાર કરવાનું અને લોકોને દમ મારવાનું ભૂલતા નથી, અમદાવાદના સરદારનગર પોલીસના તત્કાલિન પોલીસ કોન્સ્ટેબલે આરોપી પાસે 1.25 લાખ રૂપિયાની લાંચ માંગી હતી, આરોપીને દમ માર્યો હતો કે જો તું રૂપિયા નહીં આપે તો તને માર પડશે અને તારુ જુલુસ નીકળશે.

પોલીસકર્મી ઉપેન્દ્રસિંહે પોતાના 25 હજાર રૂપિયા અને પીઆઇના 1 લાખ રૂપિયા એમ 1.25 લાખ રૂપિયા પડાવી લેવાનો પ્લાન કર્યો હતો પરંતુ આરોપીએ આ મામલે સેકટર-2 અધિક પોલીસ કમિશનરની કચેરીમાં ફરિયાદ કરી હતી. જેમાં પુરાવાઓ મળતા ઉપેન્દ્રસિંહની ધરપકડ કરાઇ છે. ફોરેન્સિક તપાસમાં ઓડિયો આ જ પોલીસકર્મીનો હોવાનું સાબિત થયું છે. 

પોલીસકર્મી સામે એરપોર્ટ પોલીસ સ્ટેશનમા નોંધાયેલી ફરિયાદ મુજબ કુબેરનગરમાં  રહેતા ભરત ઉર્ફે ચિંટુ સોનીએ હાલમાં  દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ભરત ઉર્ફે ચિંટુ વિરુદ્ધ સરદારનગર પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો દાખલ થયો હતો જેમાં આ કોન્સ્ટેબલે લાંચ માંગી હતી. હવે તપાસનો વિષય એ છે કે 1 લાખ રૂપિયા કયા પીઆઇ લેવાના હતા અને તેમની સામે ક્યારે કાર્યવાહી થશે ? નોંધનિય છે કે લાંચનો કેસ સામે આવતા કોન્સ્ટેબલની સરદારનગરથી દરિયાપુર બદલી થઇ ગઇ હતી અને હવે તેની ધરપકડ કરી લેવાઇ છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch