Fri,26 April 2024,10:58 pm
Print
header

જાણો, રાજ્યમાં BAPS સંપ્રદાયના મંદિરો દર્શન માટે ક્યારે ખુલશે ?

કોવિડ પ્રોટોકોલ મુજબ દર્શનની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. રાજ્યમાં આવેલા સંસ્કારધામમાં પણ દર્શનની વ્યવસ્થા ગોઠવાશે

અમદાવાદઃ રાજ્યમાં હવે કોરોનાના કેસોમાં તબક્કાવાર ઘટાડો થતા જનજીવન સામાન્ય બની રહ્યું છે. ધાર્મિક સ્થાનો પણ કોવિડ પ્રોટોકોલ મુજબ ખુલી રહ્યાં છે જેમાં મોટાભાગના મંદિરો ખુલી ગયા છે. બોચાસણવાસી અક્ષર પુરષોત્તમ સંસ્થાના રાજ્યમાં આવેલા સ્વામીનારાયણ મંદિરો પણ કોવિડ પ્રોટોકોલ મુજબ આગામી શુક્રવારથી ખુલી રહ્યાં છે. અમદાવાદ શાહીબાગ સ્થિત સ્વામીનારાયણ મંદિર શુક્રવારથી સવારે આઠ થી સવારે સવા દશ વાગ્યા સુધી અને સાંજે ચારથી સાડા પાંચ કલાક સુધી દર્શન માટે ખોલવામાં આવશે. 

મંદિરમાં હાલ હરિભક્તો માટે ઉતારાની કોઇ વ્યવસ્થા શરૂ કરવામાં નહી આવે. અમદાવાદ સહિત રાજ્યમાં અન્ય શહેરોમા આવેલા સંસ્કારધામમાં પણ દર્શન શરૂ કરવામાં આવશે. જેમાં સવારે આઠ થી સવારે સાડા દશ સુધી અને સાંજે ચારથી સાંજના છ વાગ્યા સુધી દર્શન કરી શકાશે. મંદિરમાં દંડવટ, પ્રદક્ષિણા કે પંચાંગ પ્રણામ કરી શકાશે નહી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch