Fri,26 April 2024,11:33 pm
Print
header

ત્રીજી લહેરથી સાવધાન.. અમદાવાદમાં કોરોના ટેસ્ટિંગના ડોમ ફરી શરૂ કરાવા પડ્યાં

અમદાવાદઃ શહેરમાં કોરોનાના ટેસ્ટિંગ માટેના 28 ડોમ દોઢ મહિના પછી શરૂ કરવામાં આવ્યાં છે. જે ડોમ પર આરટીસીપીસીઆર અને એન્ટિજન ટેસ્ટ કરવામાં આવશે. કોરોનાની ત્રીજી લહેર હવે શરૂ થઇ રહી છે જેથી લોકોએ સાવધાન થઇ જવાની જરૂર છે. મંગળવારે એક જ દિવસમાં સૌથી વધુ 44,819 નાગરિકોને કોરોનાની રસી મુકવામાં આવી છે.  જેમાં 23,980 યુવાનોનો સમાવેશ થાય છે. જો આ રીતે વેક્સિનેશનની પ્રક્રિયા ચાલુ રહે તો 2થી 3 મહિનામાં 100 ટકા નાગરિકોને પ્રથમ ડોઝ મળી જશે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં 34,28,627 લોકોને રસી અપાઈ છે. જેમાં 26.97 લાખ લોકોને પ્રથમ અને 7.31 લાખ લોકોને બીજો ડોઝ અપાયો છે.

શહેરમાં કોરોનાના દૈનિક કેસ સિંગલ ડિજિટમાં આવી રહ્યાં છે. 28 ડોમમાં રોજ 100 ટેસ્ટ કરવા માટેની તૈયારી કરવામાં આવી છે. 50 રેપિડ એન્ટિજન ટેસ્ટ અને 50 આરટીપીસીઆર ટેસ્ટ કરાશે.તમામ ડોમમાં ટેસ્ટની કામગીરી પૂર્ણ ક્ષમતા સાથે ગુરુવારથી શરૂ કરવામાં આવશે, જે માટે જરૂરી સ્ટાફની પણ ફાળવણી કરાઇ છે. અચાનક ટેસ્ટિંગ ડોમ શરૂ કરવામાં આવતાં ચિંતાનો વિષય પણ છે. લાગી રહ્યું છે કે હવે કોરોનાના કેસનો આંકડો ઉપર જશે.

અંકુર, દાણાપીઠ મ્યુનિ. કચેરી, ગોતા, થલતેજ, કાંકરિયા, સાબરમતી, સહિતના કેટલાક સ્થળોએ ડોમ શરૂ કરવામાં આવ્યાં છે. વસ્ત્રાપુર, ઘાટલોડિયા સહિતના 18 સ્થળે ટેસ્ટિંગ ડોમ શરૂ થયા છે. અગાઉ ટેસ્ટિંગ ડોમ બંધ કરી માત્ર અર્બન હેલ્થ સેન્ટર પર જ ટેસ્ટ કરવામાં આવતા હતા. શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6 કેસ નોંધાયા હતા અને કોઈ દર્દીનું મોત થયું નથી સિવિલમાં હોસ્પિટલની 1200 બેડમાં કોરોનાના 18 અને મ્યુકરમાઈકોસિસના 25 દર્દીઓ દાખલ છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch