Fri,26 April 2024,9:50 pm
Print
header

ITનો સપાટો, અમદાવાદના ફાઇનાન્સરો પાસેથી રૂપિયા 10 કરોડ રોકડ અને 4 કરોડનું સોનું જપ્ત

અમદાવાદ: દિવાળી પહેલા અમદાવાદમાં ઇન્ટમટેક્સ વિભાગે મોટી ટેક્સ ચોરી ઝડપી પાડી છે, છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી કાર્યવાહીમાં 18 જગ્યાઓએથી કુલ 10 કરોડ રૂપિયા રોકડા અને 4 કરોડ રૂપિયાનું સોનું જપ્ત કર્યું છે, કાપડના વેપારી શીવકુમાર ગોગીયા, મોહનલાલ મગરાણી અને વિજયકુમાર મગરાણીની લેડીઝ ડ્રેસ મટીરિયલના માલની ઓછી કિંમત દર્શાવીને તેઓ ટેક્સની ચોરી કરતા હતા અને કરોડો રૂપિયાનું બ્લેક મની જમીન દલાલ સુરેશ ઠક્કર, ધવલ તેલી, ધીરેન  ભરવાડ, રામભાઇ ભરવાડ, દિપક ભરવાડ અને અનિલ ભરવાડને આપીને ફ્લેટ અને જમીનો ખરીદતા હતા

કરોડો રૂપિયાનું કાળુ નાણું જમીનો અને અન્ય પ્રોપર્ટીમાં રોકાતુ હોવાનું ઇન્કમટેક્સ વિભાગના ધ્યાન પર આવ્યું હતુ,જેમાં દરોડા દરમિયાન બધી વિગતો સામે આવી છે, ઇન્કમટેક્સ વિભાગે કેટલાક દસ્તાવેજો અને ડિઝીટલ સામગ્રી જપ્ત કરી છે.
જેમાંથી પણ મોટી માહિતી સામે આવી તેવી શક્યતા છે.

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar