Fri,26 April 2024,8:17 am
Print
header

કંધારની મસ્જીદમાં બોંબ વિસ્ફોટ, 40 લોકોનાં મોત, મૃત્યુઆંક વધવાની શક્યતા

મોતનો આંકડો 16 થી વધીને 40 થયો 

કંધારઃ અફઘાનિસ્તાનમાં વધુ ત્રણ બ્લાસ્ટ થયા છે, કંધારમાં એક મસ્જીદ અને તેની આસપાસ ત્રણ વિસ્ફોટ થયા છે. જુમ્માની નમાજ દરમિયાન થયેલા ધડાકામાં 40 લોકોના મોત થઇ ગયા છે, 50 લોકો ઘાયલ થયા હોવાનું ટોલો ન્યૂઝે જણાવ્યું છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે.

પ્રત્યક્ષદર્શીના કહેવા મુજબ, વિસ્ફોટની ઝપેટમાં આવેલા મૃતકોના ચીંથરા ઉડી ગયા છે. હજુ સુધી કોઈ પણ સંગઠને હુમલાની જવાબદારી નથી લીધી. સ્થાનિક લોકોએ ટોલો ન્યૂઝને જણાવ્યું કે, વિસ્ફોટ શિયા સમુદાયની એક મસ્જીદમાં થયો છે. લોકો નમાજ પઢતા હતા ત્યારે ધડાકો થયો હતો.

પહેલા 8 ઓક્ટોબરે ઉત્તર અફઘાનિસ્તાન ની એક મસ્જિદમાં વિસ્ફોટ થયો હતો.જેમાં 100 લોકોના મોત થયા છે. અહીં તાલિબાન રાજ આવ્યાં પછી હુમલાઓ વધી રહ્યાં છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch