Fri,26 April 2024,3:42 pm
Print
header

રાષ્ટ્રપતિ ભવન પર તાલિબાનોએ કબ્જો કર્યાની તસ્વીર આવી સામે, કાબુલ એરપોર્ટ પર ફાયરિંગમાં 5 લોકોનાં મોત

કાબુલઃ ​અફઘાનિસ્તાનમાં હવે તાલિબાનોનું રાજ આવી ગયુ છે.રાષ્ટ્રપતિ ભવન પર પણ તાલિબાનોએ કબ્જો જમાવી લીધો છે. રાષ્ટ્રપતિ ભવનમાં તાલિબાનના આતંકીઓની કબ્જાની પહેલી તસવીર સામે આવી ગઇ છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનઓએ કબ્જો કરી લેતા ડરથી લોકો દેશ છોડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. કાબુલ એરપોર્ટ પર મોટી સંખ્યામાં ભીડ એકત્ર થઈ હતી. તાલિબાનીઓએ એરપોર્ટ પર હિજાબ પહેર્યા વગરની મહિલાઓ પર ફાયરિંગ કર્યું હતું. જેના જવાબમાં અમેરિકી સૈનિકોએ ફાયરિંગ કર્યું હતુ, મીડિયા રિપોર્ટ્સ મુજબ ફાયરિંગમાં 5 લોકોના મોત થયા છે. હાલ એરપોર્ટ અમેરિકી સૈનિકોના કન્ટ્રોલમાં છે.

કાબુલ છોડવા માટે એરપોર્ટ પર હજારોની સંખ્યામાં આવેલા લોકો પાસે ન તો વિઝા છે ન તો ટિકિટ. કાબુલના રસ્તાઓ પર તાલિબાની ફાઇટરો ફરી રહ્યાં છે. અનેક સ્થળે લૂંટફાટના અહેવાલો છે. સામાન્ય નાગરિકોને 17 ઓગસ્ટની સવાર સુધી પોતાના ઘરોમાં કેદ રહેવા માટે કહેવામાં આવ્યું છે.

અફઘાનિસ્તાન દ્વારા એરસ્પેસ બંધ કરવાના નિર્ણય લીધા બાદ એર ઈન્ડિયાએ સ્પષ્ટ કર્યું કે કાબુલ માટે તેમનું ઓપરેશન બંધ રહેશે. દિલ્હીથી એર ઈન્ડિયાની કાબુલ જનારી ફ્લાઇટ જે પહેલા રાત્રે 8:30 વાગ્યાને બદલે 12:30 વાગ્યે ઉડન ભરવાની હતી, હવે તે ઓપરેટ નહીં થાય. ભારત સરકારે કાબુલથી લોકોને બહાર કાઢવા માટે એર ઈન્ડિયાના 2 વિમાન તૈયાર રાખ્યા છે. અમેરિકી વિદેશ મંત્રાલય અને રક્ષા મંત્રાલયના હવાલેથી જણાવવામાં આવી રહ્યું છે કે કાબુલમાં હામિદ કરઝઈ એરપોર્ટને સુરક્ષિત કરવા માટે પગલાં લેવાઈ રહ્યાં છે. અમેરિકા સંપૂર્ણ રીતે એર ટ્રાફિક કંટ્રોલને સંભાળશે. સિક્યુરિટીનો વિસ્તાર કરતા 6000 સૈનિકો ત્યાં ઉતારવામાં આવી રહ્યાં છે. રેસ્ક્યૂ મિશન ચાલુ છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch