Fri,26 April 2024,5:57 pm
Print
header

BIG NEWS- અફઘાનિસ્તાનમાં ભારતીય ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીની હત્યા

કંદહારઃ અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેના હટી ગયા પછી અહી આતંકીઓ ફરીથી સક્રિય થઇ ગયા છે વધુ એક પત્રકારની હત્યા કરી નાખવામાં આવી છે, કંદહારમાં ભારતીય ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીની હત્યા થઇ હોવાની જાણકારી રાજદૂતે આપી છે. તેઓ અફઘાન સેના સાથે રહીને અફઘાનિસ્તાનની સ્થિતી પર રિપોર્ટ બનાવી રહ્યાં હતા આ દરમિયાન જ આતંકીઓએ તેમને મોતને ઘાટ ઉતારી દીધા છે.

ફોટો જર્નાલિસ્ટ ડેનિશ સિદ્દીકીને સન્માનિત પુલિત્ઝર પુરસ્કાર પણ મળ્યો છે. અફઘાન રાજદૂત ફરીદ મમુંડજે ટિ્‌વટ કરતા લખ્યું કે મિત્ર દાનિશની હત્યાથી હું દુખી છું, હું 15 દિવસ પહેલા જ તેમને કાબૂલમાં મળ્યો હતો પરંતુ હવે તેઓ આપણી વચ્ચે નથી રહ્યાં, કંદહારના સ્પિન બોલ્ડક જિલ્લામાં તાલિબાનોએ તેમની હત્યા કરી નાખી છે. તેમને બે દિવસ પહેલા ટ્વીટર પર કેટલાક ફોટો અને વીડિયો પણ શેર કર્યાં હતા. નોંધનિય છે કે અમેરિકી સેના પાછી હટ્યા પછી તાલિબાની આતંકીઓ અફઘાનિસ્તાનમાં સક્રિય બન્યાં છે અનેક હુમલાઓ પણ થઇ રહ્યાં છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch