Fri,26 April 2024,5:35 am
Print
header

અફઘાનિસ્તાનમાં અમેરિકન દૂત ખલીલજાદનું રાજીનામું, તાલિબાન સાથે મળીને..

(જલમય ખલીલજાદની ફાઈલ તસવીર)

કાબૂલઃ અફઘાન શાંતિ પ્રક્રિયા માટે નિમવામાં આવેલા અમેરિકન દૂત જલમય ખલીલજાદે રાજીનામું આપી દીધું છે. નવા દૂત તરીકે થોમસ વેસ્ટની નિમણૂંક કરવામાં આવી છે. અમેરિકન વિદેશ મંત્રી એંટની બ્લિંકને આ માહિતી આપી છે. રાજીનામાનું કારણ જણાવતાં ખીલલજાદે કહ્યું, અમે તાલિબાન સાથે વાતચીત કરવાની તમામ કોશિશ કરી પણ સફળ ન થઈ શક્યા. અમે તાલિબાન સાથે આગળ વધી શકીએ તેમ નથી. આગામી દિવસોમાં આ મુદ્દે હું વિસ્તારથી ચર્ચા કરીશે. ખલીલજાદનો જન્મ અફઘાનિસ્તાનમાં જ થયો છે અને પૂર્વ રાષ્ટ્રપતિ જોર્જ ડબલ્યુ બુશના શાસનમાં વરિષ્ઠ પદો પર રહ્યાં હતા.

ખલીલજાદ પર તાલિબાન સાથે સાંઠગાંઠનો આરોપ લગાવાયો છે. ઘણા અધિકારીઓ તેને અમેરિકાની અફઘાનિસ્તાનમાં રાજકીય નિષ્ફળતા માટે તેને જવાબદાર ગણાવે છે. તાલિબાન સાથે મળીને તેણે પૂર્વ અફઘાન સરકારને નબળી પાડી અને અમેરિકાની સરકારના સલાહ સૂચન પર ખૂબ ઓછું ધ્યાન આપ્યું હોવાના આરોપ પણ છે.

અમેરિકાના વિશેષ દૂત તરીકે ખલીલજાદ અફઘાન નેતાઓ સાથે શાંતિ વાર્તા પર ચર્ચા કરવા નિયુક્ત કરાયા હતા.અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાળમાં તેમને 2020 માં દોહામાં તાલિબાન સાથે થયેલી શાંતિ વાર્તામાં અમેરિકા તરફથી પ્રતિનિધિત્વ કર્યુ હતું. ખલીલજાદ 2007 થી 2009 સુધી યુએનમાં અમેરિકાના સ્થાયી પ્રતિનિધિ તરીકે હતા. 2005 થી 07 સુધી ઈરાકમાં અમેરિકાના રાજદૂત હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch