Fri,26 April 2024,2:00 pm
Print
header

કાબૂલ એરપોર્ટ નજીક અમેરિકાના રોકેટ હુમલામાં આતંકી ઠાર, આત્મઘાતી હુમલો બનાવ્યો નિષ્ફળ

અફઘાનિસ્તાનઃ અમેરિકી સેનાએ મોટો આતંકી હુમલો નિષ્ફળ બનાવ્યો છે. કાબૂલ એરપોર્ટ નજીક સેનાએ રોકેટથી હુમલો કરીને આત્મઘાતી બોમ્બરને નિષ્ફળ બનાવી દીધો છે. જો કે આ રોકેટ રહેણાંક વિસ્તારમાં પડ્યુ હતુ જેમાંં ત્રણ લોકોનાં મોત થઇ ગયા છે. કેટલાક લોકો ઘાયલ થયાના અહેવાલ છે. થોડા દિવસ પહેલા આઇએસઆઇએસે કરેલા બે બોમ્બ બ્લાસ્ટમાં 169 લોકો માર્યાં ગયા હતા, જેમાં 13 અમેરિકી સૈનિકો પણ હતા, જેનો બદલો અમેરિકા લઇને આતંકીઓને ઠાર કર્યાં છે.

હવે કાબૂલમાં ત્રીજો મોટો હુમલો નિષ્ફળ બનાવી દેવાયો છે, અફઘાન પર તાલિબાનોના કબ્જા પછી અમેરિકા સહિતના દેશો પોતાના નાગરિકોને દેશની બહાર કાઢી રહ્યાં છે તેવામાં એરપોર્ટ નજીક આ હુમલા થઇ રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch