Sat,27 April 2024,12:16 am
Print
header

આખરે કાબૂલથી વતન ભારત પહોંચ્યાં 107 ભારતીયો, પરિવારોએ માન્યો મોદી સરકારનો આભાર

કાબૂલ એરપોર્ટ પર નાસભાગમાં 7 લોકોનાં મોત 

ગાઝિયાબાદઃ અફઘાનિસ્તાનમાં ફસાયેલા દેશના 107 નાગરિકોને ભારત વતન લાવવામા આવ્યાં છે, અફઘાનિસ્તાનમાં તાલિબાનોના આતંકથી વિદેશીઓ દેશ છોડીને જઇ રહ્યાં છે, જેમાં ભારતના 107 નાગરિકો આજે ગાઝિયાબાદના હિંડન એરબેજ પર ઉતર્યાં છે જેમના પરિવારોએ મોદી સરકારનો આભાર માન્યો છે, ઇન્ડિયન એરફોર્સના C-17 વિમાનમાંથી ઉતર્યા પછી આપણા નાગરિકોના ચહેરા ખીલી ઉઠ્યા હતા, તેઓ એક રીતે તાલિબાની આતંકીઓના સકંજામાંથી બચીને દેશ પરત આવ્યાં છે.

આ પ્લેનમાં કુલ 168 લોકો સવાર હતા જેમાંથી 107 ભારતીય નાગરિકો હતા અને અન્ય બીજા દેશના નાગરિકો હતા. અફઘાનિસ્તાનમાં ગઇકાલે ભારતીય નાગરિકોનું અપહરણ કરાયું હતુ, અફઘાનિસ્તાન પર કબ્જા બાદ હામિદ કરઝઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના સંચાલન અને નિયંત્રણની જવાબદારી અમેરિકી અને નાટો દળો પાસ છે, જેમાં રોજના ભારતના બે વિમાનોને મંજૂરી આપવામાં આવી છે. બીજી તરફ કાબૂલ એરપોર્ટ પર નાસભાગમાં 7 લોકોનાં મોત થઇ ગયા છે, હાલમાં લોકો અફઘાનિસ્તાન છોડી રહ્યાં છે અને કાબૂલ એરપોર્ટ પર લોકોની ભીડ ભેગી થઇ રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch