Fri,26 April 2024,12:34 pm
Print
header

અફઘાનિસ્તાનની ભયંકર સ્થિતીથી વિશ્વ ચિંતિત, રાષ્ટ્રપતિ અશરફ ગનીનો પરિવાર દેશ છોડી શકે છે

કાબૂલઃ અમેરિકી સેના પાછી ગયા પછી હવે અફઘાનિસ્તાનની સ્થિતી ભયંકર બની રહી છે લગભગ મોટાભાગના શહેરો પર તાલિબાનોનો કબ્જો છે અનેક નેતાઓ દેશ છોડીને ફરાર થઇ ગયાના અહેવાલ છે આ બધાની વચ્ચે રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશની જનતાને સંબોધન કર્યું છે. તેમને કહ્યું કે જનતાએ ડરવાની જરૂર નથી આપણે સેનાને એકજૂથ કરીને મુશ્કેલીઓનો સામનો કરીશું. આપણે 20 વર્ષમાં જે મેળવ્યું છે તે ખતમ ન થવું જોઇએ.

અફઘાનિસ્તાનમાં ગૃહયુદ્ધની ભયંકર સ્થિતી વચ્ચે અમેરિકાએ ચિંતા વ્યક્ત કરીને પાકિસ્તાનને કહ્યું છે કે તેઓ પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં તાલિબાનો વિરૂદ્ધ કાર્યવાહી કરે, બીજી તરફ ભારતે પણ તાલિબાન આતંકીઓ સામે કાર્યવાહીના સંકેત આપતા તાલિબાનોએ ભારતને પણ ધમકી આપી છે.

હાલમાં તાલિબાનોએ અનેક લોકોની હત્યાઓ કરી છે અનેક હુમલા કર્યાં છે અફઘાનિસ્તાનમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી બરબાદ થઇ રહી છે અહી ગૃહયુદ્ધની સ્થિતીથી દુનિયા પણ ચિંતિત છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch