Fri,26 April 2024,8:49 pm
Print
header

ગૌતમ અદાણીનો 60મો જન્મદિવસ, સારા કાર્યો માટે રૂપિયા 60,000 કરોડનું દાન કરવાની જાહેરાત- Gujarat Post

નવી દિલ્હીઃ ગૌતમ અદાણી કે જેમની ગણના એશિયાના સૌથી ધનિકોમાં થાય છે. તેઓ 24 જૂને પરિવાર સાથે તેમનો 60મો જન્મદિવસ ઉજવશે,તેમના પિતા શાંતિલાલ અદાણીની શતાબ્દી જન્મજયંતિ નિમિત્તે અને પોતાના જન્મદિવસ પર વિવિધ પરોપકારી કાર્યો માટે રૂ. 60,000 કરોડનું દાન આપવાની જાહેરાત કરી છે. ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર્સની યાદી અનુસાર હાલમાં અદાણીની કુલ સંપત્તિ લગભગ $123 બિલિયન છે. અદાણી જૂથે એક નિવેદનમાં જણાવ્યું કે ચેરિટીનો ઉપયોગ આરોગ્ય સેવાઓ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ જેવા ક્ષેત્રોમાં કરવામાં આવશે.

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ટ્વિટર પર દાનની જાહેરાત કરી હતી. તેમણે લખ્યું: “મારા પ્રેરણાદાયી પિતાની 100મી જન્મજયંતિ ઉપરાંત,મારો 60મો જન્મદિવસ પણ છે, તેથી પરિવારે આરોગ્ય, શિક્ષણને લગતી પ્રવૃત્તિઓ માટે રૂ. 60,000 કરોડનું યોગદાન આપવાનું નક્કી કર્યું. કૌશલ્ય વિકાસ માટે ખાસ કરીને આપણા રાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં આ રકમનો ઉપયોગ કરવામાં આવશે. અદાણી ફાઉન્ડેશન દ્વારા સમાજને ફાયદો થાય તેવા અનેક કામોમાં આ રકમનો ઉપયોગ કરાશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch